સિંધી સમાજ વિરૂઘ્ધ ટીપ્પણી કરનાર શખસ સામે જામનગરમાં પણ રોષ : એસપીને ફરિયાદ
જામનગર, 6 નવેમ્બર (હિ.સ.) જામનગર સહિત દેશભરમાં વસવાટ કરતા સીંધી સમાજની લાગણીને ઠેસ પહોંચાડતા છત્તીસગઢના શખસે પ્રવચનમાં ઉચ્ચારણો કરતો વિડીયો વાયરલ કર્યો છે. જેથી જામનગરના સીંધી સમાજ દ્વારા એસપી કચેરીએ લેખિતમાં ફરિયાદ કરી છે.છત્તીસગઢ રાજ્યમાં અમિત બ
એસપીને ફરિયાદ


જામનગર, 6 નવેમ્બર (હિ.સ.) જામનગર સહિત દેશભરમાં વસવાટ કરતા સીંધી સમાજની લાગણીને ઠેસ પહોંચાડતા છત્તીસગઢના શખસે પ્રવચનમાં ઉચ્ચારણો કરતો વિડીયો વાયરલ કર્યો છે. જેથી જામનગરના સીંધી સમાજ દ્વારા એસપી કચેરીએ લેખિતમાં ફરિયાદ કરી છે.છત્તીસગઢ રાજ્યમાં અમિત બઘેલ દ્વારા પ્રવચન કરી લોકોની લાગણી સાથે ખિલવાડ કરી રહ્યો છે. તેના પ્રવચન સાથે મીડિયામાં અને સોશિયલ મીડિયા મારફતે વાઇરલ કરેલ છે. જેમાં તમામ સિંધીઓ પાકિસ્તાની છે. તેમના ઈષ્ટદેવની પ્રતિમાને પાકિસ્તાનમાં લગાવો. તથા જે કોઈપણ ગેરકાયદેસર કૃત્યોં થાય છે. તેમાં સિંધી જ હોય છે, તેમજ માછલી વાળા ભગવાન ની પ્રતિમા અમારા વિસ્તારમાં કેમ લગાવવાની ? એવા અનેક અપ શબ્દો બોલી ઇષ્ટદેવનું અપમાન કર્યું છે. જેથી હિન્દુ સમાજની તેમજ સિંધી સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે.જેને લઇને આ અમિત રામકુમાર બઘેલ પર જામનગરના એડવોકેટ વિવેક નેભાણી, એડવોકેટ કમલેશ તેજવાણી, એડવોકેટ કપિલ તીર્થાણી અને એડવોકેટ અનિતા રામવાણીના સાથે હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર મંત્રી તેમજ સિંધી યુવા સંગઠનના મયુર ચંદન વગેરે દ્વારા રેલી યોજીને તેના વિરૂદ્ધ જામનગરની એસ.પી કચેરીમાં લેખિતમાં ફરિયાદ અરજી આપેલી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande