ભારત પર્વ: ગોવાની નાળિયેર કાછલી હસ્તકલા બની ભારત પર્વમાં આકર્ષણનું કેન્દ્ર
- સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે: હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકર - ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ગોવાની ગુંજ સંભળાઈ ભારત પર્વમાં- એકતા નગરનું ભારત પર્વ બન્યું સાંસ્કૃતિક એકતા અને કળાની ઉજવણીનું પ્રતિક રાજપીપલા
ભારત પર્વ ગોવાની નાળિયેર કાછલી હસ્તકલા બની ભારત પર્વમાં આકર્ષણનું કેન્દ્ર


ભારત પર્વ ગોવાની નાળિયેર કાછલી હસ્તકલા બની ભારત પર્વમાં આકર્ષણનું કેન્દ્ર


- સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે: હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકર

- ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ગોવાની ગુંજ સંભળાઈ ભારત પર્વમાં- એકતા નગરનું ભારત પર્વ બન્યું સાંસ્કૃતિક એકતા અને કળાની ઉજવણીનું પ્રતિક

રાજપીપલા, 6 નવેમ્બર (હિ.સ.) ભારત પર્વ, એ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, કલા, હસ્તકલા અને ઉજાગર કરતો એક મનોરમ અને જીવંત ઉત્સવ ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સૌ પ્રથમવાર ઉજવાઈ રહેલ ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરા, સ્વાદ, સંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયેર કાછલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે.

ભારત પર્વમાં સહભાગી બનતા હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યું, એકતાનગર ખાતે ભારત પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. અહીં ગુજરાતના લોકો અને પર્યટકોનો પ્રતિસાદ અદભૂત રહ્યો. સૌએ અમારા ઉત્પાદનો પ્રત્યે ભારે રસ દાખવ્યો અને ઘણી ખરીદારી પણ કરી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘વોકલ ફોર લોકલ’ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનોને નવું માર્કેટ મળ્યું છે. આ ભારત પર્વથી અમને વૈશ્વિક ઓળખ પણ મળી છે. આવનારા સમયમાં અહીંથી અમારો વ્યવસાય વધુ વિસ્તરશે એવી આશા છે. ભારત પર્વ એ સાચે જ વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ છે. જ્યાં દરેક કલા, દરેક બોલી અને પરંપરા સાથે મળી ભારતની એકતા અને સર્જનાત્મકતાની અનોખી ઝલક આપે છે. ભારત પર્વ એ અમારા માટે હસ્તકલાની પરંપરા સાથે રોજગારી અને ગૌરવનું માધ્યમ બની છે. અમારા માટે એક જ મંચ પર ભારતની દરેક કળા જોવી એ પોતે જ એક ઉત્સવ છે એમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં લોટલીકરે કહ્યું કે, સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે. જ્યાં માટી અને લાકડામાંથી જે કલા રચાય છે, ત્યાં અમે નાળિયેરની કાછલીથી બનેલા આ હસ્તકલા ઉત્પાદનોમાં દીવા, દાગીના, વાસણો, લાઇટ શેડ્સ, જ્વેલરી, ડેકોરેટિવ આર્ટના આર્ટિકલો બનાવીએ છીએ. દરેક કૃતિમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળે છે. સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓની ખરીદી કરી અને ગોવાની પરંપરાને નજીકથી અનુભવી રહ્યા છે.

દેશના દરિયાઈ વિસ્તારના કલાકારોની કૃતિઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે, હસ્તકલાકાર પોતાના કૌશલ્યથી રોજગારનું સર્જન કરી રહ્યા છે અને દેશના પ્રત્યેક ખૂણેથી ઉદભવતા સ્વદેશી ઉત્પાદનો આજ વિશ્વભરમાં ભારતની ઓળખ બની રહ્યા છે. આ કલાએ ભારત સાથે વિદેશી બજારોમાં પણ પોતાની માંગ ઊભી કરી છે. અમારી કળા હવે દેશની સીમાઓ પાર કરીને ઇગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત પરદેશથી કસ્ટમાઇઝ પ્રોડક્ટના ઓર્ડર મળે છે એમ તેઓ ગૌરવથી કહે છે.

વિજયદત્તા લોટલીકરને તેમની સર્જનાત્મક કૃતિઓ માટે વર્ષ 2018માં રાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે, જે તેમની મહેનત અને કળા પ્રત્યેની લાગણીનું પ્રતીક છે.

એકતા પર્વ અંતર્ગત આયોજિત આ ઉત્સવ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંદેશને મજબૂત બનાવે છે. અહીંના પ્રદર્શન સ્ટોલો પર વિવિધ રાજ્યોની હસ્તકલા, વાનગીઓ અને લોકકલાઓનો અદ્દભુત સમન્વય જોવા મળે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande