સિદ્ધપુરમા ઊંટનો મેળો: રાજસ્થાન-ગુજરાતના 10–15 હજાર ઊંટોના વેચાણ માટેઆવ્યા, રૂ. 45 હજારની સૌથી ઊંચી બોલી
પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં કાત્યોક પુર્ણિમાના ભાતીગળ મેળામાં ઊંટોની લે વેચનુ મોટું બજાર ભરાતું હોવાથી ઊંટનો મેળો પણ કહેવામાં આવે છે. આ વર્ષે મેળામાં નદીના પટમાં હાઇવે પુલથી લઈને મેળા સુધી અડધો કિલો મીટર સુધીનાં પટમાં રાજસ્થાનના જેસલમેર,
સિદ્ધપુરમા ઊંટનો મેળો: રાજસ્થાન-ગુજરાતના 10–15 હજાર ઊંટોના વેચાણ માટેઆવ્યા, રૂ. 45 હજારની સૌથી ઊંચી બોલી

સિદ્ધપુરમા ઊંટનો મેળો: રાજસ્થાન-ગુજરાતના 10–15 હજાર ઊંટોના વેચાણ માટેઆવ્યા, રૂ. 45 હજારની સૌથી ઊંચી બોલી

સિદ્ધપુરમા ઊંટનો મેળો: રાજસ્થાન-ગુજરાતના 10–15 હજાર ઊંટોના વેચાણ માટેઆવ્યા, રૂ. 45 હજારની સૌથી ઊંચી બોલી

સિદ્ધપુરમા ઊંટનો મેળો: રાજસ્થાન-ગુજરાતના 10–15 હજાર ઊંટોના વેચાણ માટેઆવ્યા, રૂ. 45 હજારની સૌથી ઊંચી બોલી

પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં કાત્યોક પુર્ણિમાના ભાતીગળ મેળામાં ઊંટોની લે વેચનુ મોટું બજાર ભરાતું હોવાથી ઊંટનો મેળો પણ કહેવામાં આવે છે. આ વર્ષે મેળામાં નદીના પટમાં હાઇવે પુલથી લઈને મેળા સુધી અડધો કિલો મીટર સુધીનાં પટમાં રાજસ્થાનના જેસલમેર, બાડમેર, સાંચોર, અજમેર તેમજ ગુજરાત માંથી રાધનપુર, આડેસર, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ એમ અલગ જિલ્લા 10 થી 15 હજાર જેટલા ઊંટ લઈ વેપારરીઓ વેચાણ અર્થે આવતા ઊંટની લાંબી કતાર જોવા મળી રહી છે. રાજસ્થાનના સાંચોરના વતની હટુભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે ઊંટ બજાર ખૂબ સારું ભરાયું છે. અત્યારે 20 હજાર, 35 હજાર, 38 હજાર, 40 હજાર અને 60 હજાર સુધીના ભાવના ઊંટોનું વેચાણ થાય છે. રાજસ્થાનના એક ઊંટનું અત્યાર સુધી સૌથી વધુ રૂ 45 હજારના ઊંટનું વેચાણ થયુ છે.

ઊંટ માટેની વિવિધ સામગ્રીઓનું વેચાણ

ગણવાડાના ગોવિંદભાઈએ જણાવ્યુ હતું કે ઊંટ માટે નાક પટ્ટી, જર્મણ, ગરદન માટે કોટીઓ, પગના ઝાજર, કાળી મહેંદી, ફણસી, મોયડી સહિતની વિવિધ સામગ્રીઓ વેચાણ અર્થે દર વર્ષે અહી આવીએ છીએ.

મહેસાણા જિલ્લાના હેડ઼ુવા રાજગારથી આવેલા ઊંટના વેપારી પ્રહલાદભાઈ રાવલે જણાવ્યું હતુ કે ઊંટ ખરીદવા માટે તેમા પહાપંગ , તમરી ,લાગત , બે દાંત વાળા, અ દાંત , ચાર-છ દાંત વાળા, કલીયો ચુંતૌ, બાર મહિના નેસી, બે મહિના નેસી જેવી ખાસિયતો ખાસ જોવામાં આવે છે. ઊંટને ખાવા માટે ગાવેતરૂ અમે સાથે લઇને જ આવીએ છીએ, અહિયા 100 રૂપિયામાં 20 કિલોગ્રામ વધારે ભાવમા મળે છે. ઊંટ બજાર ખૂબ સારુ ભરાયું છે અમને કોઈ પણ પ્રકારની અસુવિધા પડી નથી.

રાજસ્થાની ઊંટ રૂપાળા હોઇ કિંમત વધુ હોય છે

25 વર્ષથી ઊંટની લે વેચ કરતા હરખાભાઈએ જણાવ્યું હતુ કે સારા ઊંટોની ખાસિયતમાં રૂંવાટી સારી હોવી જોઈએ, બગલ મજબૂત હોવી જોઈએ, ગરદન સારી અને રૂપાળો હોવો જોઈએ, ખૂન્ટ વાળા, લાલ તેમજ તૈલી કલરના ઊંટનું વેચાણમાં મહત્વ છે, જેની કિંમત વધુ છે.સાંચોરના ઊંટ રૂપાળા જેસલમેરના ઊંટ ચાલવામાં સારા હોય છે. રાજસ્થાનના ઊંટની કિંમત ગુજરાત કરતા વધુ હોય છે. બે લાખ સુધી વેચાય છે

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande