સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ થયો
ગીર સોમનાથ, 6 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે. આજે સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ થયો. યાત્રાની શરૂઆત પવિત્ર સોમનાથ ધામથી થઈ હતી, જ્યાં કોંગ્રેસના પ્રદ
સોમનાથથી દ્વારકા સુધી “


ગીર સોમનાથ, 6 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે. આજે સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ થયો. યાત્રાની શરૂઆત પવિત્ર સોમનાથ ધામથી થઈ હતી, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ અને ચાલુ ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો.

ટ્રેક્ટર કાફલાના રૂપમાં શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. યાત્રાનો હેતુ ખેડૂતોના હક અને હિત માટે રાજ્ય સરકાર સામે લડત આપવાનો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની સ્થિતિ અત્યંત નાજુક બની છે — એક તરફ કમોસમી વરસાદ અને પ્રાકૃતિક આફતોના કારણે પાક બગડ્યો છે, બીજી તરફ ટેકાના ભાવની અછત અને પૂરતી સહાય ન મળવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાયા છે. યાત્રા દરમિયાન કોંગ્રેસે ખેડૂતો માટે વિવિધ માંગણીઓ ઉઠાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande