રઘુકુળ માર્કેટમાં આગનો કિસ્સો: 'મનોજ સિલ્ક'માં આગથી ભારે નુકસાન
સુરત, 6 નવેમ્બર (હિ.સ.) સુરતના રિંગ રોડ પર સ્થિત રઘુકુળ માર્કેટમાં બુધવારે આગની ઘટના સર્જાતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો. માર્કેટની અંદર આવેલી જાણીતી કાપડની દુકાન ‘મનોજ સિલ્ક’માં અચાનક આગ ભભૂકી ઉઠતાં ધુમાડો ફેલાયો અને માર્કેટમાં હાહાકાર મચ્યો. આગની
Surat


સુરત, 6 નવેમ્બર (હિ.સ.) સુરતના રિંગ રોડ પર સ્થિત રઘુકુળ માર્કેટમાં બુધવારે આગની ઘટના સર્જાતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો. માર્કેટની અંદર આવેલી જાણીતી કાપડની દુકાન ‘મનોજ સિલ્ક’માં અચાનક આગ ભભૂકી ઉઠતાં ધુમાડો ફેલાયો અને માર્કેટમાં હાહાકાર મચ્યો.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ચાર ટીમો તાત્કાલિક રઘુકુળ માર્કેટ પહોંચીને આગ નિયંત્રણમાં લેવા જહેમત ઉઠાવી. આગે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ જવાનોની ઝડપી કામગીરીથી સ્થિતિ કાબૂમાં લઈ લેવામાં આવી. સદભાગ્યે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

દુકાનમાં રહેલો કિંમતી કાપડનો મોટો સ્ટોક આગમાં ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક ધોરણે લાખોની નુકસાનીનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં FOSTTAના અધ્યક્ષ કૈલાશ હકીમ સ્થળ પર પહોંચી વેપારીઓ સાથે વાતચીત કરી અને પરિસ્થિતિનો લેખાજોખા કર્યો.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, જોકે ફાયર વિભાગ દ્વારા તપાસ ચાલુ છે. સુરતના ટેક્સટાઇલ હબમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વેપારીઓને આગ સલામતીના નિયમો વધુ કડકાઈથી અમલમાં મૂકવાની જરૂરિયાત સ્પષ્ટ બની રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande