વલસાડમાં ફર્નિચર શોરૂમમાં આગનો બનાવ, કોઈ જાનહાનિ નહી
વલસાડ, 6 નવેમ્બર (હિ.સ.) : વલસાડના પારનેરા વિસ્તારમાં લીમડાચોક નજીક આવેલા એક ફર્નિચર શોરૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં થોડા સમય માટે અરેરાટીનું વાતાવરણ સર્જાયું. ઘટનાની માહિતી મળતાં નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી પહોંચી અને આગને ઝડપથી કાબુમાં
Fire accident


વલસાડ, 6 નવેમ્બર (હિ.સ.) : વલસાડના પારનેરા વિસ્તારમાં લીમડાચોક નજીક આવેલા એક ફર્નિચર શોરૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં થોડા સમય માટે અરેરાટીનું વાતાવરણ સર્જાયું. ઘટનાની માહિતી મળતાં નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી પહોંચી અને આગને ઝડપથી કાબુમાં લીધી. સૌભાગ્યે કોઈ જાનહાનિ નથી.

આગ લાગવાનો ધુમાડો દેખાતાં આસપાસના રહેવાસીઓ અને માર્ગ પરથી પસાર થતાં લોકો સક્રિય થયા. કેટલીક વસ્તીએ દુકાનની બહાર પડેલા ગાદલા અને લાકડાનું ફર્નિચર દૂર ખેંચી પરિસ્થિતિ વધુ બગડે તે અટકાવવામાં સહયોગ આપ્યો.

ફાયર ટીમના સમયસરના પ્રયાસો લીધે આગને વિશાળ રૂપ ધારણ કરવાથી અટકાવી શકાયું. અત્યાર સુધીમાં આગનું કારણ સ્પષ્ટ બન્યું નથી, જ્યારે 112 પોલીસ દળે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. નુકસાન થયેલા માલની કિંમત અંગે દુકાન માલિક દ્વારા હજી વિગત જાહેર કરવામાં આવી નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande