
પોરબંદર, 6 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લામા વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપીંડી કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બખરલા ગામે રહેતા એક યુવાન સહિત સાત જેટલા લોકો સાથે રૂ.56 લાખની છેતરપીંડી કરવામા આવી છે, કુલ ત્રણ શખ્સો સામે ફરીયાદ નોંધાય છે. પોરબંદરના બખરલા ગામે રહેતા અને મજુરી કામ કરતા કાનાભાઈ મુંજાભાઈ મારૂ સહિત કુલ સાત જેટલા યુવાનોને ઈઝરાઈલ મોકલવાની કહી ઇશ્વરીયા ગામે રહેતા માંધા રાજા રાઠોડ, જીજ્ઞેશ માંધાભાઈ રાઠોડ અને આણંદ ખાતે રહેતા વિશાલકુમા નંદકિશોર અનાવત નામના શખ્સોએ રૂ.56 લાખની છેપરપીડી કરી હતી કાનાભાઈ મારૂ સહિતના સાત યુવાનોને ઇઝરાઇલ કામ અર્થે મોકલવાનુ કહી વોટસઅપ પર ડોકયુમેન્ટ મંગાવી અને નોટરી સમક્ષ એગ્રીમેન્ટ કરાવ્યુ હતુ અને એક યુવાન પાસેથી ગુગલ પે અને રોકડ મળી રૂ. 70000ની રકમ લીધી કુલ સાત યુવાનો પાસેથી રૂ.56 લાખની રકમ લીધા બાદ વિદેશ નહિં મોકલી છેતરપીડી કરી હોવાની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. આ બનાવ અંગે કમલાબાગ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya