
ગીર સોમનાથ, 6 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણ પ્ર.પાટણ પો.સ્ટે. નાઓની સુચના અને માર્ગદર્શન અનુસાર સોમનાથ મંદિરે આવતા દર્શાનાર્થીઓના ચીજ વસ્તુઓ ગુમ/ચોરી થયેથી તેઓના તાત્કાલીક શોધી આપવા મદદરૂપ થવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે હાલમાં દિવાળી વેકેશનમાં સોમનાથ મંદિર ખાતે વધુ પ્રમાણમાં દર્શાનાર્થીઓ આવતા હોય જેમાં (૧) અરજદારસુજનકુમાર ક્રિપાશંકર શર્મા રહે,વારાણસી ઉતરપ્રદેશ વાળાએ અત્રે પો.સ્ટે. આવી રજુઆત કરેલ કે, પોતાનો એક લાલ કલરનો બેગ કે જેમાં પાંચ હજાર રોકડ રકમ તથા અગત્યાના ડોકયુમેન્ટ તથા અન્ય સર-સામાન ભરેલ બેગ સોમનાથ મંદિર આસપાસ કયાંક પડી ગયેલ/ભુલી ગયેલ હોવાનું તેમજ (૨) અરજદાર-અનીલ ઓમપ્રકાશ યાદવ રહે.વસ્ત્રાલ અમદાવાદ વાળાએ પણ પોતાનો કિંમતી સામાન ભરેલ બેગ ગુમ થયા બાબતેની રજુઆત કરતા જે બાબતે અંગતરસ લઇ પ્ર.પાટણ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા પો.કોન્સ. કરણસિંહ બાબુભાઇ નાઓએ નેત્રમ શાખા ગીર સોમનાથ નાઓના સંકલનમાં રહી તેમજ અલગ-અલગ જગ્યાના CCTV ચેક કરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે બન્ને અરજદારોના ગુમ થયેલ બેગ શોધી કાઢી પરત સોંપી દઇ પ્રશંસનીય કામગીરી કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ