જામનગરના હાપા યાર્ડમાં મગફળીની 11,725 મણની આવક, રૂપિયા 1860 ભાવ મળ્યો
જામનગર, 6 નવેમ્બર (હિ.સ.): જામનગરમાં કમોસમી વરસાદની આગાહી પુરી થતાં હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે 184 ખેડુતો 11725 મણ હરરાજીમાં લાવ્યા હતા. જેમાં 9 નંબરની મગફળીનો ભાવ રુ.1860 સુધીનો બોલાયો હતો. તો જાડી મ
હાપા યાર્ડ જામનગર


જામનગર, 6 નવેમ્બર (હિ.સ.): જામનગરમાં કમોસમી વરસાદની આગાહી પુરી થતાં હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે 184 ખેડુતો 11725 મણ હરરાજીમાં લાવ્યા હતા. જેમાં 9 નંબરની મગફળીનો ભાવ રુ.1860 સુધીનો બોલાયો હતો. તો જાડી મગફળીનો ઓછામાં ઓછો રુ.800 સુધીમાં સોદા થયા હતા. હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડુતો આવી રહ્યા છે, અને યાર્ડની બહાર મગફળીના ભરેલા વાહનોના થપ્પા લાગી જાય છે. પરંતુ વરસાદની આગાહી પગલે યાર્ડ દ્વારા માત્ર હરરાજી થાય તેટલી જ મગફળીની આવક કરે છે. જેથી ખેડુતોની મગફળી યાર્ડમાં પલળી ન જાય છે.

કમોસમી વરસાદની આગાહી ટળી રહી છે, તેમ તેમ યાર્ડમાં પણ મગફળીની આવક વધારવામાં આવી છે. ત્યારે બુધવારે યાર્ડની બહાર પડેલા વાહનોમાંથી 184 ખેડુતોની 11,725 મણ મગફળી હરરાજીમાં લેવામાં આવી હતી. જેમાં જીણી મગફળીના રુ.920થી 1140 તેમજ જાડી મગફળીના રુ.800થી 1020 તેમજ 66 નંબરની મગફળીના રુ.900થી 1210 અને 9-નંબરની મગફળીના રુ.1020થી 1860 સુધીના ભાવે સોદા થયા હતા. બુધવારે હાપા યાર્ડમાં 851 ખેડુતો 37,978 મણની 20 જણસીઓ હરરાજીમાં લાવ્યા હતા. જેમાં કપાસની 7790 મણની આવક થઈ હતી અને રુ.1000થી 1645 સુધીના ભાવે સોદા થયા હતા. તો લસણની 3438 મણની આવક થવા પામી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande