સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરહદી ગામડાઓની મુલાકાતે 30 આઇપીએસ અધિકારી સાથે કચ્છ પહોંચ્યા હર્ષ સંઘવી
- સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા શરૂ - મા આશાપુરા માતાના મઢ મંદિરે શીશ ઝુકાવી પ્રાર્થના કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભુજ/અમદાવાદ,6 નવેમ્બર (હિ.સ.) કચ્છ જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્ર
મા આશાપુરા માતાના મઢ મંદિરે શીશ ઝુકાવી પ્રાર્થના કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


- સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા શરૂ

- મા આશાપુરા માતાના મઢ મંદિરે શીશ ઝુકાવી પ્રાર્થના કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ભુજ/અમદાવાદ,6 નવેમ્બર (હિ.સ.) કચ્છ જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આજે કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચી ગયા છે. તેઓ સાથે રાજ્યના આશરે 30 જેટલા સિનિયર આઇપીએસ અધિકારીઓની ટીમ પણ આ કચ્છની મુલાકાતે જોડાઇ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કચ્છના માતાના મઢ મંદિરે શીશ ઝુકાવીને ગુજરાતની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેઓએ આજથી સીમાવર્તી વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને સુરક્ષા મુદ્દે સર્વે સાથે સાથે સ્થાનિકો સાથે સંવાદ શરુ કર્યો છે.

રાજ્ય સરકારની આ પહેલ હેઠળ કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતા વિકાસ કાર્યો, રોડ કનેક્ટિવિટી, આરોગ્ય સવલતો અને શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવશે. સાથે સાથે ક્યાં સુધારો શક્ય છે તે અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ વિઝીટ મહત્વની મનાય છે.

નાયબ મુખ્યમંત્રીએ આજે સવારે ભુજ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રશાસન, પોલીસ અધિકારીઓ અને બીએસએફ અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ સમગ્ર ટીમે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા સીમાવર્તી વિસ્તારોની મુલાકાત શરૂ કરી છે.રાજ્ય સરકારની પહેલ છે કે સીમાવર્તી વિસ્તારોમાં લોકોના જીવનસ્તરને સુધારવા માટે સ્થાનિક સ્તરે શું જરૂરિયાતો છે તે સ્થળ પર જઈને જાણી શકાય.

આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગામોના સરપંચો, સ્થાનિક નાગરિકો, મહિલા સમૂહો અને યુવાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે તેમની રોજિંદી સમસ્યાઓ, આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ, પીવાના પાણીની તંગી, તથા પરિવહનની મુશ્કેલીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ઉપરાંત આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવી અને આઇપીએસ અધિકારીઓ વિવિધ ગામડાઓમાં જઈને રાત્રી રોકાણ પણ કરશે. નાયબ મુખ્યમંત્રી સ્વયં સ્થાનિક રહેઠાણમાં, પરંપરાગત ભૂંગામાં રોકાણ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande