કર્ણાવતી યુનિવર્સિટી એન.એસ.એસ. યુનિટ દ્વારા બિસ્લેરી પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન
ગાંધીનગર, 6 નવેમ્બર (હિ.સ.) કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ. યુનિટ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિકત્વના પ્રેરણાદાયક હેતુ સાથે “બિસ્લેરી પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એન.એસ.એસ.
બિસ્લેરી પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન


બિસ્લેરી પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન


ગાંધીનગર, 6 નવેમ્બર (હિ.સ.) કર્ણાવતી યુનિવર્સિટીના એન.એસ.એસ. યુનિટ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિકત્વના પ્રેરણાદાયક હેતુ સાથે “બિસ્લેરી પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું.

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એન.એસ.એસ. ના સ્વયંસેવકો અને એન.સી.સી કેડેટ્સ માં પ્લાસ્ટિકના જવાબદાર ઉપયોગ, રિસાયક્લિંગની પ્રક્રિયા અને વેસ્ટ મેનેજમેન્ટ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બિસ્લેરી કંપનીના સી.એસ.આર (CSR) એક્ટિવિટીના એક્ઝિક્યુટિવ પાર્થ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે “બોટલ ફોર ચેન્જ” પહેલ વિશે વિસ્તૃત માહિતી આપતા, પ્લાસ્ટિક કચરાનું યોગ્ય સંચાલન અને પુનઃપ્રક્રિયા (રીસાયક્લિંગ) કેવી રીતે થઈ શકે તે સમજાવ્યું. સાથે જ તેમણે રીસાયકલ કરેલ પ્લાસ્ટિકથી બનેલા વિવિધ ઉત્પાદનોના ડેમો પ્રોડક્ટ્સ પણ રજૂ કર્યા, જેનાથી સ્વયંસેવકોને રિસાયક્લિંગની વાસ્તવિક પ્રક્રિયા વિશે જીવંત સમજ મળી.

આ કાર્યક્રમ કર્ણાવતી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. તારિક અલિ સૈયદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. તેમજ એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અંજલી પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન, સંકલન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં એન.એસ.એસ ના સ્વયંસેવક હિતાર્થ પંચાલ, વિધાનશિકા ચૌહાણ, જૈમિન વેદાંત અને તન્વી કુમાવત એ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

વિદ્યાર્થીઓએ સેમિનાર દરમિયાન ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પ્રશ્નોત્તરી સત્રમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગે નવીન વિચારો રજૂ કર્યા. કાર્યક્રમના અંતે સ્વયંસેવકોએ “Not Me, But You”ના સૂત્રને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી અને “સ્વચ્છ અને હરિત ભારત” નિર્માણ માટે યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.આ સમગ્ર કાર્યક્રમ એન.એસ.એસ સ્વયંસેવકો માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande