
પોરબંદર, 6 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના પ્રેરીત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત કુતિયાણા તાલુકાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન તા. 07 અને 08 નવેમ્બર 2025વના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે સ્પર્ધા હાલ મોકૂફ રાખવામાં આવી છે.
સ્પર્ધાની નવી તારીખ અને સ્થળ નક્કી થતાં જ તેની જાણ કરવામાં આવશે.આ અંગે સૌએ અવગત રહી આગામી સૂચનાની રાહ જોવી વિનંતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya