વલસાડમાં ડ્રગ્સ ફેક્ટરી કાંડમાં નવો ખુલાસો: ગોડાઉન સીલ, સપ્લાય ચેઇનની તપાસ તેજ
વલસાડ, 6 નવેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લામાં ડ્રગ્સ રેકેટ સામે મોટી કાર્યવાહી સામે આવી છે. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ પિઠા ગામ પાસે ચાલતી ગેરકાયદે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો ભાંડો ફોડ્યા બાદ કલવાડા વિસ્તારમાં એક ગોપનિય ગોડાઉનને પણ સ
Valsad


વલસાડ, 6 નવેમ્બર (હિ.સ.) : વલસાડ જિલ્લામાં ડ્રગ્સ રેકેટ સામે મોટી કાર્યવાહી સામે આવી છે. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ પિઠા ગામ પાસે ચાલતી ગેરકાયદે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો ભાંડો ફોડ્યા બાદ કલવાડા વિસ્તારમાં એક ગોપનિય ગોડાઉનને પણ સીલ કરી દીધું છે. અહીં તૈયાર તેમજ કાચા ડ્રગ્સનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

અધિકારીઓએ કુલ 114 કિલો પ્રવાહી સ્વરૂપના મિથામ્ફેટામાઇન જેવા નશીલા પદાર્થો જપ્ત કર્યા છે. બજારમાં તેની કિંમત અંદાજે ₹20 કરોડથી વધુ હોવાની સંભાવના છે. DRIની ટીમે પિઠા ગામ નજીકના શોપિંગ સેન્ટરમાં દરોડા પાડીને ફેક્ટરી ઝડપીને તેની તપાસ આગળ ધપાવી. પૂછપરછમાં મળેલી માહિતીના આધારે કલવાડા પાસે ભાડે રાખેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડો મારવામાં આવ્યો હતો. અહીંથી 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અડધી પ્રક્રિયામાંથી પસાર થતો મટિરિયલ મળી આવ્યો.

મુખ્ય આરોપી ચંદ્રકાન્ત કે. છેડા અને અશોક મુળજી પીઠારીયા સહિત બે વર્કરને મળીને કુલ ચાર વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. હાલ તેમને કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ યુનિટ છેલ્લા બે વર્ષથી કોઈપણ પ્રકારના લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. DRI હવે આ રેકેટ પાછળના સપ્લાય નેટવર્ક, ફાઇનાન્સિંગ અને સંભવિત આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande