જામનગરમાં ગુરૂનાનક જયંતી નિમિત્તે પ્રભાત ફેરી, શબ્દ કીર્તન, ગુરૂ કા લંગાર સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા
જામનગર, 6 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેરમાં ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 556મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવવામાં આવી છે. જેમાં ગુરુદ્વારાથી પ્રભાત ફેરી અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ હતું. જે આજે બુધવારે સેજપાઠજીની સમાપ્તિ કરવા આવી હત
જામનગર ગુરુદ્વારા


જામનગર, 6 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેરમાં ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 556મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવવામાં આવી છે. જેમાં ગુરુદ્વારાથી પ્રભાત ફેરી અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ હતું. જે આજે બુધવારે સેજપાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. જે બાદ શબ્દ કીર્તન, ગુરુ કે લંગર મહા પ્રસાદ નું પણ આયોજન કરવા આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા( સંગત) જોડાયા હતા. ગુરુદ્વારાને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો.આખા વિશ્વમાં વસવાટ કરતા શીખ સમુદાય દ્વારા ગુરુનાનક દેવજીની જન્મ જયંતિની ઉજવણી કરે છે. ત્યારે જામનગર ના ગુરુદ્વાર માં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે બુધવારના રોજ 10:30 વાગે સેજ પાઠજી ની સમાપ્તિ કરવા આવી હતી. જે બાદ દિલ્હી થી વિશેષ મહેમાન ભાઈ સાહેબ જસપાલ સિંઘ જી એ કથા અને શબ્દ કીર્તન કરવામાં આવ્યા હતા. બાદમાં 'ગુરુ કા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ હતું. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande