

પોરબંદર, 6 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરી વિસ્તારના ખરાબ રસ્તાઓનું રિપેંરીંગ કામ મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે. કમોસમી વરસાદના લીધે શહેરમાં અનેક જગ્યા ખાડા પડી ગયા છે જેના લીધે લોકોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે મનપા રસ્તા રિપરિંગ કામગીરી શરુ કરી છે. પોરબંદર મનપા કમિશ્નર હસમુખ પ્રજાપતિના જણાવ્યા મુજબ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં 20 કરોડના રસ્તાના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા છે.
જેમાં વોર્ડ નંબર 1,10,11,12,13ના ખરાબ રસ્તામાં પેચવર્ક, રિસરફેસીંગ કામગીરી શરૂ કરાય છે, તો વોર્ડ નં. 1 થી 13માં બાકી રહેતા રસ્તાઓનું કામ ટેન્ડરમાં ઉમેરી 6 થી 7 કરોડના રસ્તાના કામો મંજુર કરવામાં આવ્યા છે. તથા રાજીવનગર, પરેશનગર સહિતના વિસ્તારના રસ્તાઓનું લેવલીંગ જાળવાય તે રીતે ટેન્ડરો મંજુર થયા કુલ 20 કરોડના રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya