સુરેન્દ્રનગર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ, મતદારયાદીની ખાસ સઘન સુધારણા કામગીરીનો પ્રારંભ
- 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી BLO ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવશે - 7 ફેબ્રુઆરી,2026ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરાશે સુરેન્‍દ્રનગર,6 નવેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર
સુરેન્દ્રનગર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કામગીરીનો પ્રારંભ


- 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી BLO ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવશે

- 7 ફેબ્રુઆરી,2026ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરાશે

સુરેન્‍દ્રનગર,6 નવેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તાબા હેઠળની તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં 4 નવેમ્બરથી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે.

જિલ્લામાં 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ (ગણતરી પત્રક) વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

આ સમયગાળા દરમિયાન મતદારો ગણતરી પત્રક (Enumeration Form) તેમને મળ્યા બાદ તેમાં વિગતો ભરીને બી.એલ.ઓ.ને ગણતરી ૫ત્રક (Enumeration Form) જમા કરાવવાનું રહેશે.

ત્યારબાદ વિધાનસભા મતદાર વિભાગના તમામ ભાગોમાંથી ૫રત મળેલ તમામ ગણતરી ૫ત્રકો (Enumeration Form)ની મુસદ્દા મતદારયાદી સબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા 9 ડિસેમ્બર,2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે ૫રત ન મળેલ ગણતરી ૫ત્રકો(Enumeration Form)ની અલગ યાદી બનાવી નિયત સ્થળો ૫ર લગાવવામાં આવશે. ત્યારબાદ આ તમામ ફોર્મની ચકાસણી કરી સબંધિત તમામ મતદાર નોંધણી અધિકારી દ્વારા નિર્ણયની કામગીરી, પુરાવાની જરૂરીયાત હોય તેવા મતદારોને નોટીસ આપી સુનાવણીની કામગીરી હાથ ધરશે. આધાર પુરાવા મેળવીને આખરી મતદારયાદી 7 ફેબ્રુઆરી,2026 ના રોજ પ્રસિદ્ધ કરાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande