સિદ્ધપુરમાં શેરડીનો મેળો: 40 ગાડીમાં 520 ટન શેરડી ખડકાતાં ધૂમ વેચાણ
પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાના પ્રસંગે કાત્યોક મેળાનો ભવ્ય શુભારંભ થતા નદીના પટમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. બિંદુ સરોવરથી નદીના પટ સુધી 1.5 કિ.મી. વિસ્તારમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. પ્રથમ જ દિવસે અંદાજે એક લાખથી વધ
સિદ્ધપુરમાં શેરડીનો મેળો: 40 ગાડીમાં 520 ટન શેરડી ખડકાતાં ધૂમ વેચાણ


સિદ્ધપુરમાં શેરડીનો મેળો: 40 ગાડીમાં 520 ટન શેરડી ખડકાતાં ધૂમ વેચાણ


સિદ્ધપુરમાં શેરડીનો મેળો: 40 ગાડીમાં 520 ટન શેરડી ખડકાતાં ધૂમ વેચાણ


પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાના પ્રસંગે કાત્યોક મેળાનો ભવ્ય શુભારંભ થતા નદીના પટમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. બિંદુ સરોવરથી નદીના પટ સુધી 1.5 કિ.મી. વિસ્તારમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. પ્રથમ જ દિવસે અંદાજે એક લાખથી વધુ લોકોએ તર્પણ વિધી કરી હતી અને ચગડોળ જેવી મનોરંજન પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો.

આ મેળામાં પરંપરાગત રીતે શેરડીનું વેચાણ સૌથી મોટું આકર્ષણ ગણાય છે, એટલે મેળાને “શેરડીનો મેળો” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે રાજસ્થાનના ચિત્તોડ, સાબરકાંઠા, પાલનપુર સહિતના વિસ્તારોમાંથી 15 જેટલા પરિવારો દ્વારા આશરે 40 ગાડીઓમાં 520 ટન જેટલી શેરડી લાવવામાં આવી હતી. એક કિલો 100 રૂપિયામાં વેચાણ થતું હોવાથી અંદાજે 52 લાખ રૂપિયાનો વેપાર થવાનો અનુમાન છે. કમોસમી વરસાદના કારણે પાક ઓછો આવતા આ વર્ષે ભાવમાં રૂ. 20નો વધારો થયો હોવા છતાં ખરીદીમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. મેળામાં આવતા 100માંથી 90 પરિવારો શેરડીની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

શેરડીનું ઉત્પાદન કાર્તિક મહિનામાં શરૂ થતાં સૌપ્રથમ સિદ્ધપુરમાં તેનું વેચાણ થતું હોય, આ મેળાને “શેરડીનો મેળો” તરીકે ઓળખવામાં આવે છે. નદીના પટમાં મેળો ભરાતા શહેરના પ્રવેશ માર્ગો પર ભારે વાહનોને પ્રતિબંધ મૂકાયો છે, જેથી મુલાકાતીઓને પાર્કિંગ પછી એક કિ.મી. ચાલીને મેળામાં પહોંચવું પડે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande