

પોરબંદર, 6 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામા છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસુ સારૂ રહે પરંતુ ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડુતોની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હમણા જ ચોમાસુ પુરૂ થયુ પરંતુ દિવાળી બાદ ફરી કમોસમી વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મગફળી સહિતના પાકને ભારે નુકશાન થયુ છે. ખેડુતોને મોઢે આવેલો કોળીયો ઝુટવાય ગયો હતો ચોમાસના વરસાદના આંકડાની વાત કરીએ તો પોરબંદર જીલ્લામા સરેરાશ 25 ઇંચ જેટલો વરસાદ પડે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર જીલ્લા પર મેઘરાજાની કૃપા જોવા મળે છે. પરંતુ ભારે વરસાદ અને કમોસમી વરસાદને કારણે ચોમાસુ પાકને નુકશાન પણ થાય છે. પોરબંદર જીલ્લામા વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે રાણાવાવ તાલુકામાં 45 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે પોરબંદર તાલુકમા 42 ઇંચ અને કુતિયાણા તાલુકામા સૌથી ઓછો 34 ઇંચ વરસાદ નોંધાયો છે તાજેતરમા પડેલા કમોસમી વરસાદને કારણે વરસાદના આંકડામા વધારો થયો છે. સારા વરસાદને કારણે નદી-નાળા અને વોકળા તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને પાણી પુરૂ પાડતા જળશાયો છલકાયા છે, જેના કારણે પીવાની સાથે પિયતના પાણીની સમસ્યા દુર થઈ છે પરંતુ કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતા ખેડુતોની હાલત દયનીય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya