


પોરબંદર, 6 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરમાં સાડા ત્રણ કરોડના ખર્ચે રસ્તાના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ કેમેરામા જે દ્રશ્યો કેદ થયા છે તેને લઇને અનેક સવાલો ઉઠી રહી છે શહેરના હોસ્પિટલ રોડ પર ખાડા બુરવાની કામગીરી ચાલી રહી હતી ડામર પાથરવામાં આવ્યો હતો, આ દરમિયાન ખાડા બુરવામા ડામર પાથરાયો હતો અને હજુ તો ખાડા યોગ્ય રીતે બુરાયા પણ ન હતા લેવલીંગ પણ થયુ ન હતુ, ત્યારે વાહનોની સતત અવર-જવરના લીધે ડામર વાહનોના ટાયરમાં થઇ ઉખડી રહ્યો હતો. કોન્ટ્રક્ટરોના કર્મચારીઓ પણ માથે હતા છતાં કેમ આવી રીતે કામગીરી કરવામા આવી રહી છે ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે ખાડા યોગ્ય રીતે બુરવાની કામગીરી થાવી જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya