સિદ્ધપુરના કાત્યોકના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી, રંગ બેરંગી લાઈટો સાથે અદ્ભૂત નજારો
શેરડિયા મેળામાં વેચાણ અર્થે ચિત્તોડ, સાબરકાંઠા સહિતના વિસ્તારમાંથી 40 ગાડીમાં 520 ટન શેરડી ખડકાતાં ધૂમ વેંચાણ પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં પરંપરાગત કાત્યોક પૂર્ણિમાના મેળાનો સોમવારે શુભારંભ થતાં બુધવારે કાર્તિક પૂર્ણિ
સિદ્ધપુરના કાત્યોકના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી , રંગ બેરંગી લાઈટો સાથે અદ્ભૂત નજારો


સિદ્ધપુરના કાત્યોકના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી , રંગ બેરંગી લાઈટો સાથે અદ્ભૂત નજારો


સિદ્ધપુરના કાત્યોકના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી , રંગ બેરંગી લાઈટો સાથે અદ્ભૂત નજારો


શેરડિયા મેળામાં વેચાણ અર્થે ચિત્તોડ, સાબરકાંઠા સહિતના વિસ્તારમાંથી 40 ગાડીમાં 520 ટન શેરડી ખડકાતાં ધૂમ વેંચાણ

પાટણ, 6 નવેમ્બર (હિ.સ.) :

સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં પરંપરાગત કાત્યોક પૂર્ણિમાના મેળાનો સોમવારે શુભારંભ થતાં બુધવારે કાર્તિક પૂર્ણિમાનો દિવસ હોય પ્રથમ દિવસે જ મેળો નદીના પટમાં ભરચક જામ્યો હતો. બિંદુ સરોવર પાસે પ્રવેશ ગેટથી લઈને સરસ્વતી નદીના પટ સુધીના 1.5 કી.મી.ના પટ્ટામાં માનવ મહેરામણ ઉમટતા ગુરૂવારે અહીંયાથી હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો મેળામાં જોવા મળ્યા હતા, મેળામાં એક જ દિવસમાં 1 લાખથી વધુ તર્પણ વિધી કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જેમાં પરિવારો પોતાના સ્વજનની વિધિ પૂર્ણ કરી ઋણમાંથી મુક્તિનો અહેસાસ કર્યો હતો. સાથે ચગડોળની મજા માણી મેળાનો આનંદ પણ માણ્યો હતો. 24 કલાકમાં અંદાજે 1.50 લાખ લોકોએ મેળાને માણ્યો હતો.

મેળામાં મનોરંજન સાથે લોકો સૌથી વધુ શેરડીની ખરીદી કરતા હોય કાત્યોક મેળાને શેરડીનો મેળો પણ કહેવાય છે. નદીના પટમાં આ વર્ષે સ્મશાન ભૂમિ નજીક શેરડીનુ બજાર ભરાઇ છે. મેળામાં રાજસ્થાનના ચિત્તોડ, સાબરકાંઠા, પાલનપુર સહિતના જિલ્લાઓમાંથી અંદાજીત 40 ગાડી શેરડી 15 જેટલા પરિવાર દ્વારા લાવવામાં આવી છે. એક ગાડીમાં 13 ટનથી વધુ શેરડી હોય છે. એટલે કે કુલ 570 ટન માલ હોય છે. એક કિલો સો રૂપિયાના ભાવે વેચાણ ગણીએ તો અંદાજે 52 લાખનો વેચાણનો અંદાજ મૂકી શકાય છે. તેવું મેળામાં બીજી પેઢીથી શેરડીનું વેચાણ કરતા રાજુભાઈ, અશોકભાઈ, અલ્પેશભાઈએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande