
ગૌહાટી, નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે, ગૌહાટીમાં ભવ્ય બ્રહ્મપુત્ર રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરીને આજે આસામમાં એક ગર્વની ક્ષણ ઉજવી. આ પ્રોજેક્ટ પ્રકૃતિ, સંસ્કૃતિ અને આધુનિકતાનો એક અનોખો સમન્વય છે, જે શક્તિશાળી બ્રહ્મપુત્રની ભવ્યતાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યો છે.
બ્રહ્મપુત્રના કિનારે બનેલુ આ રિવરફ્રન્ટ, સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ માટે મનોરંજન અને સુંદરતાનું એક નવું કેન્દ્ર બનશે.
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વ સરમાએ આજે એક્સ પર શેર કર્યું કે, આ પ્રોજેક્ટ રાજ્યના વિકાસ અને પરિવર્તન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેના સમૃદ્ધ કુદરતી અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને આસામના આધુનિકતા તરફ સંક્રમણનું પ્રતીક છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ