પ્રધાનમંત્રી મોદી, આજે વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે વર્ષભર ચાલનારા ઉજવણીનો પ્રારંભ કરશે
નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 7 નવેમ્બર (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજે સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) અનુસાર, આ કાર્યક્રમ રાષ્ટ્રવ્યાપી ઉજવણીની ઔપચારિક શરૂઆત છે, જે આ વર્ષે 7 નવેમ્બરથી આવતા વર્ષે 7 નવેમ્બર સુધી ચાલશે, જે ભારતની સ્વતંત્રતા ચળવળને પ્રેરણા આપનાર અને આજે પણ રાષ્ટ્રીય એકતા અને ગૌરવને પ્રેરણા આપનાર અમર ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવશે.

આ પ્રસંગ નિમિત્તે, દેશભરમાં જાહેર સ્થળોએ સવારે 9:50 વાગ્યે વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ સામૂહિક રીતે ગાવામાં આવશે. સમાજના તમામ વર્ગના લોકો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, 1875માં બંકિમચંદ્ર ચેટર્જીએ અક્ષય નવમી પર વંદે માતરમ રચ્યું હતું, જે પાછળથી તેમની નવલકથા આનંદમઠનો ભાગ બન્યું. શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના પ્રતીક તરીકે માતૃભૂમિને સમર્પિત, આ ગીત ભારતની જાગૃત રાષ્ટ્રીય ચેતના અને આત્મસન્માનનું શાશ્વત પ્રતીક બની ગયું છે.

પ્રધાનમંત્રી મોદીએ આ ઉજવણીની પૂર્વસંધ્યાએ એક્સ પર ગર્વથી લખ્યું હતું કે, કાલે, 7 નવેમ્બર, આપણા દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. આપણે વંદે માતરમ ગીતના 150 ગૌરવશાળી વર્ષો ઉજવવા જઈ રહ્યા છીએ. આ પ્રેરણાદાયી આહવાનથી દેશની પેઢીઓમાં દેશભક્તિની ભાવના છવાઈ ગઈ છે. આ ખાસ પ્રસંગે સવારે 9:30 વાગ્યે દિલ્હીમાં એક સમારોહમાં હાજરી આપવાનું મને સૌભાગ્ય મળશે. એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડવામાં આવશે. વંદે માતરમનું સામૂહિક ગાન આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande