એનસીએલટીએ, સુઝુકી મોટર ગુજરાત અને મારુતિ સુઝુકી ઇન્ડિયાના મર્જરને મંજૂરી આપી
નવી દિલ્હી, 9 નવેમ્બર (હિ.સ.) નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (એમએસઆઈએલ) સાથે સુઝુકી મોટર ગુજરાતના મર્જરને મંજૂરી આપી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે એક નિ
વિલય


નવી દિલ્હી, 9 નવેમ્બર (હિ.સ.) નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ દેશની સૌથી

મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (એમએસઆઈએલ) સાથે સુઝુકી મોટર

ગુજરાતના મર્જરને મંજૂરી આપી છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે એક નિયમનકારી ફાઇલિંગમાં

જણાવ્યું હતું કે,” દિલ્હીમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની બે સભ્યોની બેન્ચે

સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ (ટ્રાન્સફરર કંપની) અને મારુતિ સુઝુકી

ઇન્ડિયા લિમિટેડ (ટ્રાન્સફરી કંપની) ની સંયુક્ત અરજીને મંજૂરી આપી છે. બેન્ચે

મર્જર યોજના માટે 1 એપ્રિલ, 2026 ની સમયમર્યાદા

સૂચવી છે.”

એનસીએલટીબેન્ચના ચેરમેન રામલિંગમ સુધાકર અને સભ્ય રવિન્દ્ર

ચતુર્વેદીએ કંપનીઝ એક્ટ,

2013 ની કલમ 230 થી 232 હેઠળ બંને

કંપનીઓની પ્રસ્તાવિત મર્જર યોજનાને મંજૂરી આપી હતી. બેન્ચે તેના નિર્ણયમાં

જણાવ્યું હતું કે,” સંબંધિત અધિકારીઓના વલણ અને તમામ અરજદાર કંપનીઓના સભ્યો અને

લેણદારોની મંજૂરીને ધ્યાનમાં લીધા પછી, યોજનાને મંજૂરી આપવામાં કોઈ અવરોધ નથી.”

કંપનીના જણાવ્યા મુજબ, ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે,” આ યોજના બંને અરજદાર કંપનીઓ, તેમના શેરધારકો, લેણદારો, કર્મચારીઓ અને

તમામ સંબંધિત પક્ષોના શ્રેષ્ઠ હિતમાં છે, અને હાલની યોજનાને મંજૂરી આપવામાં કોઈ અવરોધ નથી.” બેન્ચે

નોંધ્યું હતું કે,” આવકવેરા વિભાગ અને અમદાવાદના સત્તાવાર લિક્વિડેટરે પ્રસ્તાવિત

યોજના સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. વધુમાં, અન્ય વૈધાનિક સત્તાવાળાઓ, જેમ કે RBI, SEBI, BSE અને NSE, એ પણ કોઈ વાંધો ઉઠાવ્યો નથી.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande