
-ભારત અને અમેરિકા
વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો આજથી શરૂ થશે
નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.) ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોનો
નવો રાઉન્ડ બુધવારથી શરૂ થશે. ટેરિફ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક અમેરિકન
પ્રતિનિધિમંડળ આજે બે દિવસની મુલાકાત માટે નવી દિલ્હી પહોંચવાનું છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” નવા નિયુક્ત યુએસ
ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ, એમ્બેસેડર રિક સ્વિટ્ઝર, આજથી ભારતની તેમની બે દિવસીય મુલાકાત શરૂ કરી રહ્યા છે. આ
મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
આ પ્રસ્તાવિત ભારત-અમેરિકા કરાર માટે યુએસના મુખ્ય
વાટાઘાટકાર દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ
બ્રેન્ડન લિંચ છે, જે ભારતના મુખ્ય
વાટાઘાટકાર અને વાણિજ્ય વિભાગમાં સંયુક્ત સચિવ, દર્પણ જૈન સાથે ચર્ચા કરશે.
યુએસ ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) રિક સ્વિટ્ઝરના
નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ 10 અને 11 તારીખે નવી દિલ્હીમાં વેપાર સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા
કરશે. બંને દેશો વચ્ચેના આ કરારનો ધ્યેય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન 191 અરબ અમેરિકી
ડોલરથી બમણો કરીને 500 અરબ અમેરિકી
ડોલર કરવાનો છે.
નોંધનીય છે કે, 2024-25 નાણાકીય વર્ષમાં સતત ચોથા વર્ષે અમેરિકા
ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ