
બેંગલુરુ, નવી દિલ્હી,11 ડિસેમ્બર
(હિ.સ.) અમેરિકન બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટના ચેરમેન અને ચીફ
એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સત્ય નાડેલાએ ગુરુવારે જણાવ્યું હતું કે,” કંપની ભારતના
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ઇકોસિસ્ટમ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મોટા
ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ સાથે વધુ મજબૂત બનાવી રહી છે.”
અહીં એક માઈક્રોસોફ્ટ ઇવેન્ટમાં, સત્ય નાડેલાએ
કહ્યું, અમે ભારતમાં
શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે, રોકાણ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
આ રોકાણ 17.5 બિલિયન ડોલરનું પ્રતિનિધિત્વ કરે છે.” નડેલાએ તેને એશિયામાં
માઈક્રોસોફ્ટનું સૌથી મોટું રોકાણ ગણાવ્યું.
તેમણે કહ્યું કે,” માઈક્રોસોફ્ટ ક્લાઉડ સેક્ટરમાં તેની
હાજરીને મજબૂત બનાવી રહ્યું છે અને એઆઈ-સંચાલિત ભવિષ્ય માટે લાખો ભારતીયોને કૌશલ્ય
આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમના સંબોધનમાં, માઈક્રોસોફ્ટના
ચેરમેને દેશભરમાં કંપનીના ક્લાઉડ નેટવર્કના ઝડપી વિસ્તરણ પર ભાર મૂક્યો.”
તેમણે કહ્યું, આપણી પાસે વિશ્વભરમાં 7૦ થી વધુ ડેટા સેન્ટર
પ્રદેશો છે. નડેલાએ જણાવ્યું કે,” ભારતમાં અમારી હાજરી સતત વધી રહી છે.
અમારી પાસે હવે મધ્ય ભારત,
પશ્ચિમ ભારત અને
દક્ષિણ ભારતમાં નેટવર્ક છે,
અને અમે જીઓસાથે પણ ભાગીદારી
કરી છે.” માઇક્રોસોફ્ટના વડાએ ઉમેર્યું કે,” અમને 2026 માં દક્ષિણ મધ્ય ભારતમાં એક નવું ડિજિટલ
સેન્ટર મળવાનો ખૂબ આનંદ છે. સૌથી રોમાંચક બાબત એ છે કે તે સંપૂર્ણપણે પર્યાવરણને
અનુકૂળ છે. તેમણે એઆઇઉપયોગના વધતા આ યુગમાં ડિજિટલ સાર્વભૌમત્વ અને સાયબર
સુરક્ષાના મહત્વ પર પણ ભાર મૂક્યો.” નડેલાએ વધુમાં જણાવ્યું કે,” તેઓ તાજેતરમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા, હતા, જેમણે સમાજ, અર્થતંત્ર અને વિકાસને વેગ આપવા માટે આ રોકાણ (17.5 અરબ
ડોલર) માટે ખૂબ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.”
તેમણે જણાવ્યું હતું કે,” આ પ્રતિબદ્ધતા
તેમની છેલ્લી મુલાકાત દરમિયાન જાહેર કરાયેલા 3 અરબ અમેરિકી ડોલરના રોકાણ ઉપરાંત
છે.” ભારતમાં પ્રતિભાની ઉપલબ્ધતા અંગે, નડેલાએ કહ્યું કે,” કંપની તેના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પર
વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.” તેમણે જણાવ્યું હતું કે,” અમે હવે સમગ્ર ભારતમાં એઆઇકૌશલ્યમાં 20 મિલિયન લોકોને
તાલીમ આપવા જઈ રહ્યા છીએ.”
નડેલાએ એમ પણ કહ્યું કે,” સરકારના ઇ-શ્રમ કાર્યક્રમ
જેવી પહેલ દર્શાવે છે કે, એઆઇકેવી રીતે અસંગઠિત કામદારોને ઉત્થાન આપી શકે છે. “તેમણે
કહ્યું કે,” ભારત 2030 સુધીમાં ગીટહબ સાથે,
વિશ્વનો અગ્રણી સમુદાય બનવા માટે તૈયાર છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ