નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીની ફરી ધરપકડ,તેમણે 36 વર્ષ ઈરાની જેલમાં વિતાવ્યા છે..
તેહરાન, નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ.સ.) નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીની ફરી ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં એક અંતિમ સંસ્કારમાં હાજરી આપતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી હત
નરગીસ


તેહરાન, નવી દિલ્હી, 13 ડિસેમ્બર

(હિ.સ.) નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીની ફરી ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં એક અંતિમ સંસ્કારમાં હાજરી આપતી

વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સમારંભના એક વીડિયોમાં તેણી હિજાબ વગર ભીડને

સંબોધિત કરતી અને સૂત્રોચ્ચાર કરતી જોવા મળે છે. નોર્વેજીયન નોબેલ સમિતિએ તેમની

ધરપકડની નિંદા કરી અને તેહરાનને તેમની સલામતી સુનિશ્ચિત કરવા અને તેમને બિનશરતી

મુક્ત કરવા વિનંતી કરી.

મશહદના ગવર્નર હસન હુસૈનીએ અહેવાલ આપ્યો કે,” સુરક્ષા દળોએ

ઉત્તરપૂર્વીય શહેર મશહાદમાં અંતિમ સંસ્કાર દરમિયાન, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા

નરગીસ મોહમ્મદી અને અન્ય ઘણા કાર્યકરોની અટકાયત કરી.” હુસૈનીએ રાજ્ય મીડિયાને

જણાવ્યું હતું કે,” ભીડ બેકાબૂ બની જવાને કારણે ધરપકડ તેમની સલામતી માટે કરવામાં

આવી હતી.” તેમણે ઉમેર્યું હતું કે,” હરીફ જૂથ તરફથી મુકાબલાના ડરને કારણે ધરપકડ

તેમની સલામતી માટે કરવામાં આવી હતી.”

અહેવાલો અનુસાર, “નરગીસ મોહમ્મદીએ દિવંગત પ્રખ્યાત માનવાધિકાર વકીલ ખોસરો

અલીકોર્ડી માટે એક શોક સભામાં હાજરી આપી હતી. તેમના તાજેતરના મૃત્યુથી તેમના

સમર્થકો ગુસ્સે ભરાયા છે. ગયા અઠવાડિયે મશહાદ સ્થિત તેમની ઓફિસમાં શંકાસ્પદ

સંજોગોમાં અલીકોર્ડી મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના સમર્થકોએ અલીકોર્ડીને

હૃદયરોગનો હુમલો આવ્યો હોવાના સત્તાવાર નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા અને સુરક્ષા

દળો પર તેમના મૃત્યુમાં સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો.”

મૃતક વકીલના ભાઈ જાવદ અલીકોર્ડીએ, એક ઓડિયો સંદેશમાં આરોપ

લગાવ્યો હતો કે,” સુરક્ષા દળોએ મોહમ્મદીની ધરપકડ કરતા પહેલા તેમને માર માર્યો હતો.”

તેમણે કહ્યું કે,” ધરપકડ કરાયેલા તમામ લોકોને મશહાદમાં ઈરાનના રિવોલ્યુશનરી

ગાર્ડ્સની ગુપ્તચર શાખા સાથે જોડાયેલા અટકાયત કેન્દ્રમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા

છે.”

53 વર્ષીય મોહમ્મદી

2024 થી તબીબી

કારણોસર અસ્થાઈ મુક્તિ પર હતા. 36 વર્ષ જેલમાં વિતાવનારા મોહમ્મદીને 2023 માં નોબેલ શાંતિ

પુરસ્કાર મળ્યો હતો. મોહમ્મદી રાજ્ય સામે મિલીભગત અને ઈરાની સરકાર વિરુદ્ધ પ્રચાર

ફેલાવવા બદલ 13 વર્ષ અને નવ

મહિનાની સજા ભોગવી રહ્યા છે. તેમણે 2022 માં મહસા અમીનીના મૃત્યુથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ

પ્રદર્શનોને પણ જોરદાર સમર્થન આપ્યું હતું, જેમાં મહિલાઓએ હિજાબ ન પહેરીને સરકાર સામે ખુલ્લેઆમ વિરોધ

કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande