ઈડી એ, ફેમા હેઠળ રાંચીના પ્રખ્યાત સીએ નરેશ કેજરીવાલના 15 સ્થળો પર દરોડા પાડ્યા
રાંચી (ઝારખંડ), નવી દિલ્હી, 2 ડિસેમ્બર (હિ.સ.): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, આજે ​​પ્રખ્યાત રાંચી સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) નરેશ કેજરીવાલના પરિસર પર દરોડા પાડ્યા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈડી ની કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ
પ્રતીકાત્મક


રાંચી (ઝારખંડ), નવી દિલ્હી, 2 ડિસેમ્બર (હિ.સ.): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ, આજે ​​પ્રખ્યાત રાંચી સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) નરેશ કેજરીવાલના પરિસર પર દરોડા પાડ્યા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈડી ની કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ કરવામાં આવી હતી. ઝારખંડમાં ફેમા હેઠળ ઈડી દ્વારા આ પહેલો દરોડો પાડવામાં આવ્યો છે.

સવારે 6 વાગ્યે, ઈડી એ રાંચી, મુંબઈ અને સુરતમાં નરેશ કેજરીવાલ અને તેમના પરિવારના સભ્યોના 15 સ્થળો પર દરોડા પાડ્યા. દરોડામાં રાંચીના ચર્ચ કોમ્પ્લેક્સમાં કેજરીવાલની ઓફિસ અને રહેણાંક પરિસરનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગના કેજરીવાલ સામેના દરોડાના તારણોના આધારે ઈડી એ આ કેસમાં ફેમા હેઠળ તપાસ શરૂ કરી.

ઈડી ને તેની પ્રાથમિક તપાસમાં પુરાવા મળ્યા છે કે, કેજરીવાલે નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશમાં નાણાંનું રોકાણ કર્યું છે. કેજરીવાલે દુબઈ, યુએસ અને કેટલાક અન્ય દેશોમાં રોકાણ કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande