કુવૈત-હૈદરાબાદ ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ; બધા મુસાફરો સુરક્ષિત
મુંબઈ, નવી દિલ્હી, 2 ડિસેમ્બર (હિ.સ.): કુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને એરપોર્ટના આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યા છે
ઇમરજન્સી લેન્ડિંગ


મુંબઈ, નવી દિલ્હી, 2 ડિસેમ્બર (હિ.સ.): કુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમને એરપોર્ટના આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યા છે.

સત્તાવાર સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે, કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ તરફ વાળવામાં આવી હતી અને ત્યાં સલામત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. કુવૈતથી ઉડાન ભરી રહેલા વિમાનમાં બોમ્બની ધમકીનો સંદેશ હતો. આ ધમકીનો સંદેશ ઇમેઇલ દ્વારા આવ્યો હતો અને દિલ્હી એરપોર્ટ દ્વારા પ્રાપ્ત થયો હતો.

આ પછી, કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગો ફ્લાઇટનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં તે સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે, ઇન્ડિગો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande