
જોહાન્સબર્ગ (દક્ષિણ આફ્રિકા), નવી દિલ્હી,21 ડિસેમ્બર
(હિ.સ.) રાજધાની જોહાન્સબર્ગ નજીકના રહેણાંક વિસ્તારમાં, અજાણ્યા બંદૂકધારીઓએ
રાહદારીઓ પર ગોળીબાર કર્યો,
જેમાં 10 લોકો માર્યા ગયા
અને 10 અન્ય ઘાયલ થયા.
આ ઘટના વેસ્ટ રેન્ડના બેકર્સડેલમાં બની છે.
દક્ષિણ આફ્રિકાના અખબારો ટાઇમ્સ લાઇવ અને ટીએનટી વર્લ્ડના
અહેવાલો અનુસાર, ‘પોલીસ પ્રવક્તા
બ્રિગેડિયર એથ્લેન્ડા માથેએ રવિવારે, આ માહિતી આપતા જણાવ્યું કે,” અજાણ્યા
બંદૂકધારીઓએ રોડ પર આવો ક્રુરતા પૂર્ણ અત્યાચાર કર્યો છે.” પોલીસ કહે છે કે,”
ગોળીબારનો હેતુ સ્પષ્ટ થઇ શક્યો નથી.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ