વોશિંગ્ટને કારાકાસ પર દબાણ વધાર્યું, અમેરિકાએ વેનેઝુએલાના બીજા વેપારી જહાજને જપ્ત કર્યું
કારાકાસ (વેનેઝુએલા),નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) વોશિંગ્ટને કારાકાસ પર દબાણ વધાર્યું છે, જેનાથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધુ વધ્યો છે. અમેરિકાએ વેનેઝુએલા પર આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.જેનાથી તેના સમગ્ર વિદ
ૂીસજ


કારાકાસ (વેનેઝુએલા),નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) વોશિંગ્ટને

કારાકાસ પર દબાણ વધાર્યું છે, જેનાથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધુ વધ્યો છે.

અમેરિકાએ વેનેઝુએલા પર આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.જેનાથી તેના

સમગ્ર વિદેશી વેપારમાં ખલેલ પહોંચી છે. ખૂબ જ કડક વલણ અપનાવતા, અમેરિકાએ બીજા

વેનેઝુએલાના વેપારી જહાજને જપ્ત કર્યું છે. દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, નિકોલસ

માદુરો સરકારને કડક ચેતવણી આપી છે.

સીએનએનના અહેવાલ મુજબ,’એક અમેરિકન અધિકારીએ શનિવારે આ વાતની પુષ્ટિ કરી છે.’

અધિકારીના જણાવ્યા અનુસાર,”અમેરિકાએ

વેનેઝુએલાના દરિયાકાંઠે આ જહાજને જપ્ત કર્યું હતું, જે આ મહિને આવી બીજી ઘટના છે. ટ્રમ્પે દેશમાં

પરિવહન કરતા પ્રતિબંધિત તેલ ટેન્કરો પર નાકાબંધીની જાહેરાત કર્યા પછી આ ઘટના બની

છે. અમેરિકાએ પહેલા 10 ડિસેમ્બરના રોજ

સ્કીપર નામના મોટા તેલ ટેન્કરને જપ્ત કર્યું હતું.” અધિકારીના જણાવ્યા અનુસાર,”નવા જપ્ત કરાયેલા

જહાજ પર પનામાનો ધ્વજ લહેરાતો હતો અને તે વેનેઝુએલાના તેલ વહન કરતા એશિયા જવાની

તૈયારી કરી રહ્યું હતું.”

યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે શનિવારે

બપોરે, સોશિયલ મીડિયા પર સાત મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં, ટેન્કર પર એક

હેલિકોપ્ટર ફરતું જોવા મળે છે. તેમણે લખ્યું કે,” સુરક્ષા વિભાગની મદદથી કોસ્ટ

ગાર્ડ દ્વારા સવાર પડતા પહેલા ટેન્કર જપ્ત કરવામાં આવ્યું હતું.” દરમિયાન, વેનેઝુએલાના

વિદેશ મંત્રીએ શનિવારે જાહેરાત કરી હતી કે,” ઈરાને અમેરિકન સરકારના આ પગલાને

ચાંચિયાગીરીનું કૃત્ય ગણાવીને તેની નિંદા કરી છે.”

ઉલ્લેખનીય છે કે, અમેરિકન લશ્કરી યુદ્ધ જહાજો અને યુદ્ધપોતો

પ્રશાંત મહાસાગરમાં તૈનાત છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને ડર છે કે, અમેરિકા

તેમના દેશ પર હુમલો કરી શકે છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સંયુક્ત

રાષ્ટ્રને અમેરિકાની નાકાબંધી સમાપ્ત કરવા અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રે બંને

દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande