
નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.) રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. બીજા અઠવાડિયામાં તેની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ સપ્તાહના અંતે ફિલ્મે ફરીથી વેગ પકડ્યો. સામાન્ય રીતે, ત્રીજા અઠવાડિયામાં ફિલ્મોની કમાણી ધીમી પડે છે, પરંતુ 'ધુરંધર' આ ટ્રેન્ડને સંપૂર્ણપણે તોડીને તેની મજબૂતાઈ સાબિત કરે છે. ફિલ્મના તાજેતરના બોક્સ ઓફિસ આંકડા તેની ઐતિહાસિક સફળતાનો પુરાવો આપે છે.
17મા દિવસે રેકોર્ડબ્રેક કમાણી: સીકનીલ્ક ના અહેવાલ મુજબ, 'ધુરંધર' એ તેના ત્રીજા રવિવાર, 21 ડિસેમ્બરે ₹ 38.50 કરોડની જંગી કમાણી કરી. આ સાથે, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર માત્ર 17 દિવસમાં ₹૫૫૫.૭૫ કરોડની કમાણી કરી છે. આ આંકડા સાથે, 'ધુરંધર' એ રણબીર કપૂરની 'એનિમલ' (₹ 553 કરોડ) ને પાછળ છોડી દીધી છે.
ધુરંધર એ, તેના ત્રીજા અઠવાડિયામાં સૌથી ઝડપી અને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ફિલ્મે તેના ત્રીજા અઠવાડિયામાં આશરે ₹95 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ પુષ્પા 2 (હિન્દી ₹60 કરોડ), સ્ત્રી 2 (₹48.75 કરોડ), ગદર 2 (₹36.95 કરોડ) અને જવાન (₹34.81 કરોડ) જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દે છે.
ફિલ્મની હાલની ગતિને જોતાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ધુરંધર આગામી બે થી ત્રણ દિવસમાં ₹600 કરોડ ક્લબમાં જોડાશે અને વિકી કૌશલની છાવા (₹604 કરોડ) નો રેકોર્ડ તોડી નાખશે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ રણવીર સિંહના કારકિર્દીની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક તરીકે ઉભરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ