
નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.) અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર સકારાત્મક નોંધ સાથે ખુલ્યું. શરૂઆતના વેપારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ 447.34 પોઈન્ટએટલેકે0.53% વધીને 85,376.70 પર ટ્રેડ થઈ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી પણ 153.25 પોઈન્ટ એટલેકે 0.59% વધીને 26,119.65 પર ટ્રેડ થઈ રહ્યો છે.
આજના બજારમાં મેટલ અને આઈટી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. બેંક અને ફાર્માસ્યુટિકલ શેરોમાં પણ વધુ વેપાર થઈ રહ્યો છે. શરૂઆતના વેપારમાં, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 22 પૈસા વધીને 89.45 પર ટ્રેડ થઈ રહ્યો છે.
એશિયન શેરબજારોમાં, કોરિયાનો કોસ્પી 1.86 ટકા વધીને 4,095 પર અને જાપાનનો નિક્કી 1.97 ટકા વધીને 50,480 પર ટ્રેડ થઈ રહ્યો છે. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.28 ટકા વધીને 25,763 પર છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.71 ટકા વધીને 3,917 પર છે.
ઉલ્લેખનીય છે કે,ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 447.55 પોઈન્ટ એટલેકે 0.53 ટકા વધીને 84,929.36 પર બંધ થયો હતો. દરમિયાન,એનએસઈ નિફ્ટી 150.85 પોઈન્ટ વધીને 25,966.40 પર બંધ થયો હતો.
હિન્દુસ્થાનસમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ