હાંસખાલી ગેંગ રેપ અને હત્યા કેસમાં, ત્રણ દોષિતોને આજીવન કેદની સજા
નદિયા, નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.) નાદિયાના હાંસખાલીમાં 2022માં એક સગીર છોકરી પર થયેલા ગેંગ રેપ અને હત્યા કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મંગળવારે, રાનાઘાટ કોર્ટે આ અત્યંત વિવાદાસ્પદ કેસમાં ત્રણ દોષિતોને આજી
સજા


નદિયા, નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.) નાદિયાના હાંસખાલીમાં 2022માં એક સગીર

છોકરી પર થયેલા ગેંગ રેપ અને હત્યા કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

મંગળવારે, રાનાઘાટ કોર્ટે આ

અત્યંત વિવાદાસ્પદ કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે સોહેલ

ગયાલી, પ્રભાકર પોદ્દાર

અને રણજીત મલ્લિકને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

વધુમાં, તે સમયે પંચાયત

સભ્ય સમરેન્દ્ર ગયાલને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 2022માં,

નદિયા જિલ્લાના

હંસખલી વિસ્તારમાં એક સગીર છોકરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.

આ જઘન્ય ઘટનાએ સમગ્ર રાજ્યને આઘાત પહોંચાડ્યો હતો. કેસની ગંભીરતાને જોતાં, કોર્ટના નિર્દેશન

હેઠળ, સીબીઆઈ એ તપાસ હાથ ધરી

હતી. લગભગ ત્રણ વર્ષ પછી આ ચુકાદાથી પીડિત પરિવાર માટે ન્યાયની આશા જાગી છે. સજા

જાહેર થતાં જ, પીડિતાના

પરિવારના સભ્યો કોર્ટ પરિસરમાં ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા.

હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડેય / ગંગા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande