
શ્રીનગર, નવી દિલ્હી,23 ડિસેમ્બર
(હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદીના સાથીને
હથિયારો અને દારૂગોળો સાથે ધરપકડ કરી છે. તેની પાસેથી એક પિસ્તોલ અને પાંચ જીવંત
રાઉન્ડ સહિત શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે,” અવંતીપોરા પોલીસ, સીઆરપીએફની 185મી બટાલિયન અને 50મી રાષ્ટ્રીય
રાઇફલ્સની સંયુક્ત ટુકડીએ પુલવામા જિલ્લાના વુયાન ખ્રેવ વિસ્તારમાં સર્ચ અને
કોર્ડન ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ દરમિયાન, ત્રાલના ગુલાબ બાગના રહેવાસી અબ્દુલ રશીદ હજામની ધરપકડ
કરવામાં આવી હતી. તેની પાસેથી એક પિસ્તોલ અને પાંચ જીવંત રાઉન્ડ સહિત શસ્ત્રો અને
દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.”
પોલીસે જણાવ્યું હતું કે,” ધરપકડ કરાયેલ અબ્દુલ રશીદ હજામ
અવંતીપોરાના પમ્પોર, ત્રાલ અને
અવંતીપોરા વિસ્તારોમાં આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવા અને શસ્ત્રો અને
દારૂગોળો સપ્લાય કરવામાં સામેલ હતો. કાયદાની સંબંધિત કલમો હેઠળ તેમની સામે કેસ
નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ