
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.). કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, આજે ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ખડગેએ કહ્યું કે, નરસિંહ રાવના નેતૃત્વમાં ભારતે આર્થિક સુધારાના પરિવર્તનશીલ યુગની શરૂઆત કરી, જેણે દેશના વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો.
તેમણે કહ્યું કે, નરસિંહ રાવના કાર્યકાળ દરમિયાન, ભારતના પરમાણુ કાર્યક્રમને મજબૂત બનાવવામાં આવ્યો અને વિદેશ નીતિના ક્ષેત્રમાં ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાઈ. તેમણે લુક ઇસ્ટ નીતિના પ્રારંભને ભારતની રાજદ્વારી દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દેશની સમૃદ્ધિ અને વિકાસને મજબૂત બનાવવામાં પી.વી. નરસિંહ રાવની કાયમી ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ