
ભુવનેશ્વર, નવી દિલ્હી,23 ડિસેમ્બર (હિ.સ.)
મંગળવારે, 22 માઓવાદીઓએ
હથિયારો અને વિસ્ફોટકો સાથે મલકાનગિરી જિલ્લા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
માઓવાદીઓએ વિવિધ કેલિબરના 9 હથિયારો, 150 જીવંત કારતૂસ, 9 મેગેઝિન, 20 કિલો વિસ્ફોટકો, 13 આઈઇડી, જિલેટીન સ્ટિક, કોડેક્સ વાયર, માઓવાદી સાહિત્ય
અને અન્ય સામગ્રી સોંપી. તેમણે પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) વાય.બી. ખુરાનિયા
સમક્ષ આત્મસમર્પણ કર્યું.
જિલ્લા પોલીસ કાર્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં ડીજીપીવાય.બી. ખુરાનિયા, ડીઆઈજીકંવર વિશાલ સિંહ, મલકાનગિરી જિલ્લા
મેજિસ્ટ્રેટ સોમેશ ઉપાધ્યાય, પોલીસ અધિક્ષક વિનોદ પાટિલ એચ અને અન્ય વરિષ્ઠ પોલીસ
અધિકારીઓ હાજર રહ્યા હતા. ડીજીપીએ જણાવ્યું હતું કે,” હિંસા છોડીને શરણાગતિ
સ્વીકારનારા માઓવાદીઓને સરકારી નીતિ અનુસાર પુનર્વસન અને વિવિધ પ્રકારની સહાય પૂરી
પાડવામાં આવશે. તેમણે યુવાનોને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની અપીલ
કરી.”
પોલીસના જણાવ્યા અનુસાર,”આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ પર કુલ 2.25 કરોડ રૂપિયાથી
વધુનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમના આત્મસમર્પણ પછી, બધાને રાજ્ય
સરકારની પુનર્વસન નીતિ હેઠળ લાભો પૂરા પાડવામાં આવશે. આ સામૂહિક શરણાગતિ સીપીઆઈ
(માઓવાદી) માટે એક મોટો ફટકો છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનિતા મહંતો / સમન્વય નંદા / સંજીવ
પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ