
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ખેડૂતોના મહત્વ પર સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે, સમાજનું અસ્તિત્વ ખેડૂતો પર નિર્ભર છે અને તેમના વિના જીવન અકલ્પનીય છે.
પ્રધાનમંત્રીએ નાતાલના દિવસે આ સંસ્કૃત સુભાષિતા શેર કર્યું : સુવર્ણ-રૌપ્ય-માણિક્ય-વસનૈરપિ પૂરીતાઃ તથાપિ પ્રાર્થયન્ત્યેવ કૃષ્ણકાન ભક્તતૃષ્ણયા
આ સુભાષિતાનો અર્થ એ છે કે, જો કોઈ વ્યક્તિ પાસે સોનું, ચાંદી, માણેક અને સુંદર કપડાં જેવી બધી ભૌતિક સંપત્તિ હોય, તો પણ તેને ખોરાક માટે ખેડૂતો પર આધાર રાખવો પડે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ