
ચેન્નાઈ, નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.): ભાજપે તમિલનાડુ, પોંડિચેરી, આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં આગામી ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમિલનાડુ માટે ભાજપના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ ચેન્નાઈમાં રહેશે. ભાજપે કાયદા અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોગલને સહ-ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.
કેન્દ્રીય મંત્રી ગોયલ, આજે સવારે 11:30 વાગ્યે અહીં રાજ્ય ભાજપ કાર્યાલયમાં રાજ્ય ભાજપ પ્રમુખ નાયર નાગેન્દ્રન અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરશે. આ બેઠક બાદ, તેઓ રાજ અન્નામલાઈપુરમમાં સ્ટાર હોટેલ જશે. ત્યાં, તેઓ ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમના મહાસચિવ એડપ્પડી પલાનીસ્વામી સાથે બેઠક વહેંચણી અંગે પ્રારંભિક ચર્ચા કરશે. પલાનીસ્વામીના નિવાસસ્થાને ડિનર પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગોયલ, રાજ્યપાલ આર.એન. રવિ સાથે પણ સાંજે મુલાકાત કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / ડો. વારા પ્રસાદ રાવ પીવી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ