
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.) બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની છેલ્લી ફિલ્મ
દેવા દર્શકો પર ખાસ અસર કરવામાં નિષ્ફળ ગઈ હતી, પરંતુ હવે તે
વિશાલ ભારદ્વાજ સાથે જોરદાર વાપસીની તૈયારી કરી રહ્યો છે. દર્શકો તેમની નવી ફિલ્મ
ઓ રોમિયો ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ હાલમાં શૂટિંગ
તબક્કામાં છે,અને નવા વર્ષની ઉજવણી છતાં, શાહિદે શૂટિંગમાંથી વિરામ ન લેવાનો નિર્ણય લીધો
છે.
શાહિદ એક્શન સિક્વન્સ શૂટ કરશે: અહેવાલો અનુસાર, ઓ
રોમિયોનું શૂટિંગનો અંતિમ તબક્કો 28 ડિસેમ્બરથી શરૂ થશે. એવું માનવામાં આવે છે કે, નવા વર્ષ
દરમિયાન પણ શૂટિંગ ચાલુ રહેશે.કારણ કે
નિર્માતાઓ મુંબઈમાં 10 દિવસના પેચ
શૂટનું આયોજન કરી રહ્યા છે. આ સમય દરમિયાન, ફિલ્મના મહત્વપૂર્ણ એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે.” એક
સૂત્રના જણાવ્યા અનુસાર,
શૂટિંગ ટુકડાઓમાં કરવામાં આવી રહ્યું છે.જેમાં કેટલાક
હાઇ-ઓક્ટેન એક્શન અને સંવાદ-આધારિત દ્રશ્યોનો સમાવેશ થાય છે.
'ઓ રોમિયો' સંબંધિત
મહત્વપૂર્ણ માહિતી અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે,” નવા વર્ષમાં ટૂંકા વિરામ પછી, ફિલ્મનું શૂટિંગ
જાન્યુઆરી 2026 માં ફરી શરૂ થશે.જેનો સમય લગભગ 8 દિવસનો રહેશે.
નિર્માતાઓ ફિલ્મને સમયપત્રક પર, એટલે કે 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવાનો પ્રયાસ કરી
રહ્યા છે. હાઇ-ઓક્ટેન એક્શન થ્રિલર ઓ રોમિયોનું નિર્માણ નડિયાદવાલા ગ્રાન્ડસન
એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ થઈ રહ્યું છે.”
આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે, તૃપ્તિ ડિમરી, રણદીપ હુડા અને
નાના પાટેકર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ