દિલ્હી એરપોર્ટ પર, ગાઢ ધુમ્મસને કારણે 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને 270 થી વધુ મોડી પડી
નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.) ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (આઈજીઆઇએ) પર ઓછામાં ઓછી 10 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને 270 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી. દિવ
વિમાન


નવી દિલ્હી, 23 ડિસેમ્બર (હિ.સ.) ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાને કારણે

મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (આઈજીઆઇએ) પર ઓછામાં ઓછી 10 ફ્લાઇટ્સ રદ

કરવામાં આવી અને 270 થી વધુ ફ્લાઇટ્સ

મોડી પડી. દિવસ દરમિયાન છ આગમન અને ચાર પ્રસ્થાન રદ કરવામાં આવ્યા.

ફ્લાઇટ કામગીરી પર નજર રાખતી વેબસાઇટ ફ્લાઈટરડાર24.કોમના અનુસાર, “270 થી વધુ ફ્લાઇટ્સ

મોડી પડી.જેમાં પ્રસ્થાનનો

સરેરાશ વિલંબ 29 મિનિટનો હતો.”

દિલ્હી એરપોર્ટના સંચાલક,

દિલ્હી

ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ) એ જણાવ્યું હતું કે,” એરપોર્ટ પર દૃશ્યતામાં સુધારો થઈ

રહ્યો છે, જોકે કેટલાક

સ્થળોએ પ્રસ્થાન મોડી પડી શકે છે.”

ઇન્ડિગો એરલાઇન્સે હવાઈ મુસાફરો માટે મુસાફરી સલાહકાર જારી

કર્યો છે. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” આજે સવારે પ્રયાગરાજ, અયોધ્યા અને

પંતનગરમાં ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસ ચાલુ રહ્યા. દૃશ્યતામાં ફેરફારને કારણે

ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફાર થયા છે.” એરલાઇને વધુમાં જણાવ્યું હતું કે,” હવામાન

સુધર્યા પછી, કામગીરી ધીમે

ધીમે સામાન્ય થઈ જશે, અને ફ્લાઇટ્સ

યોજના મુજબ કાર્યરત થશે.”

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય

વિમાનમથક (આઈજીઆઇએ) દરરોજ આશરે 1,300 ફ્લાઇટ્સનું

સંચાલન કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande