બાંગ્લાદેશનો ઇન્કલાબ મંચ હાદીની હત્યા પર ગુસ્સે, 25 ડિસેમ્બર પછી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવશે.
ઢાકા, નવી દિલ્હી,24 ડિસેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશનો ઇન્કલાબ મંચ તેના નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા પર ગુસ્સે છે. સિંગાપોરની એક હોસ્પિટલમાં હાદીના મૃત્યુ બાદ, ઇન્કલાબ મંચ અને સમાન વિચારધારા ધરાવતા સંગઠનોએ દેશભરમાં વ્યાપક અશા
ઢાકા


ઢાકા, નવી દિલ્હી,24 ડિસેમ્બર

(હિ.સ.) બાંગ્લાદેશનો ઇન્કલાબ મંચ તેના નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા પર ગુસ્સે

છે. સિંગાપોરની એક હોસ્પિટલમાં હાદીના મૃત્યુ બાદ, ઇન્કલાબ મંચ અને સમાન વિચારધારા ધરાવતા સંગઠનોએ

દેશભરમાં વ્યાપક અશાંતિ ફેલાવી છે. બાંગ્લાદેશ હિંસા, આગચંપી અને

હત્યાથી હચમચી ગયું છે. એક હિન્દુની ક્રૂર હત્યાએ, પડોશી દેશોમાં પણ આઘાત

પહોંચાડ્યો છે. 25 ડિસેમ્બર પછી

હાદીની હત્યા સામે, રાષ્ટ્રવ્યાપી વિરોધ માટે મંચ વિગતવાર યોજનાઓની જાહેરાત કરશે.

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ‘ઇન્કલાબ મંચના

સભ્ય સચિવ અબ્દુલ્લા અલ જાબેરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ

રાષ્ટ્રવાદી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાન 25 ડિસેમ્બરે,

દેશમાં પાછા ફરવાના છે. તેથી, મંચ ગુરુવારે કોઈ કાર્યક્રમ યોજશે નહીં.’ જાબેરે રાજકીય

એકતાની આશા વ્યક્ત કરી અને કહ્યું કે,’ ઘરે પરત ફર્યા પછી, તારિક રહેમાન

ફોરમના આંદોલનને ટેકો આપશે.’ ઇન્કિલાબ ફોરમ 25 ડિસેમ્બર પછી સમગ્ર બાંગ્લાદેશમાં આંદોલન માટે વિગતવાર

યોજના જાહેર કરશે.

તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઇન્કિલાબ ફોરમ માંગ કરે છે કે,’

હાદીની હત્યાનો કેસ આંતરરાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીઓની મદદથી, આગામી 30 કાર્યકારી

દિવસોમાં ફાસ્ટ-ટ્રેક ન્યાયિક ટ્રિબ્યુનલ દ્વારા ચલાવવામાં આવે.’ જાબેરે કહ્યું કે,’

સોમવારે વચગાળાની સરકારને 24 કલાકની નોટિસ

આપવામાં આવી હતી, પરંતુ ફોરમને હજુ

સુધી સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.’ તેમણે કહ્યું કે,’ હાદીના તમામ હત્યારાઓની એક

મહિનાની અંદર ધરપકડ કરવામાં આવે. વચગાળાની સરકારના ગૃહ સલાહકાર અને કાનૂની સલાહકાર

પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવે.’

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande