એમસીડીના બે અધિકારીઓ, 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડાયા
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) શાહદરા ઝોનમાં તૈનાત આસિસ્ટન્ટ એન્જિનિયર આશિષ સિવાચ અને બેલદાર મહેશ કુમારની, 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હ
લાંચ


નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ દિલ્હી

મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) શાહદરા ઝોનમાં તૈનાત આસિસ્ટન્ટ એન્જિનિયર આશિષ સિવાચ અને

બેલદાર મહેશ કુમારની, 2 લાખ રૂપિયાની

લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી.

સીબીઆઈએ બુધવારે જણાવ્યું હતું કે,” ફરિયાદ બાદ 22 ડિસેમ્બરે કેસ

નોંધવામાં આવ્યો હતો.”

આરોપ હતો કે, જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર વતી

બેલદારે ફરિયાદીના મકાન માટે ક્લોઝર રિપોર્ટ તૈયાર કરવાના બદલામાં 2 લાખ રૂપિયાની

માંગણી કરી હતી. ત્યારબાદ એજન્સીએ છટકું ગોઠવ્યું અને તે જ દિવસે બંને આરોપીઓને

લાંચ લેતા પકડ્યા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande