
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે દિલ્હી મેટ્રોના ફેઝ 5એમાટે કુલ ₹12,014.91 કરોડના ખર્ચે
ત્રણ નવા કોરિડોરને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 16.076 કિલોમીટર લાંબો છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં
કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, કેન્દ્રીય
મંત્રીમંડળે બુધવારે આ મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે
રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે મીડિયાને આ અંગે માહિતી આપી હતી. આ ત્રણ કોરિડોર છે:
આરકે આશ્રમ માર્ગથી ઇન્દ્રપ્રસ્થ (9.913 કિમી), એરોસિટીથી ડોમેસ્ટિક એરપોર્ટ ટી-1 (2.263 કિમી), અને તુગલકાબાદથી
કાલિંદી કુંજ (3.9 કિમી). આ
વિસ્તરણમાં 13 સ્ટેશન હશે, જેમાંથી 10 ભૂગર્ભ અને 3 એલિવેટેડ હશે.
પ્રોજેક્ટનો ખર્ચ કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને આંતરરાષ્ટ્રીય ભંડોળ એજન્સીઓ દ્વારા
ઉઠાવવામાં આવશે.
પૂર્ણ થયા પછી, કોરિડોર 1 પશ્ચિમ, ઉત્તર અને જૂની દિલ્હી અને મધ્ય દિલ્હી વચ્ચે
કનેક્ટિવિટીમાં સુધારો કરશે.જ્યારે બાકીના બે
કોરિડોર દક્ષિણ દિલ્હીને સાકેત અને છતરપુર થઈને ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ 1 સાથે જોડશે.
અશ્નવી વૈષ્ણવના જણાવ્યા મુજબ,’સેન્ટ્રલ વિસ્ટા
કોરિડોર બધી સત્તાવાર ઇમારતોને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આનાથી ઓફિસ જનારાઓ અને આ
વિસ્તારમાં મુલાકાતીઓને, ડોર સ્ટોપ કનેક્ટિવિટી પ્રદાન થશે. આ કનેક્ટિવિટીથી દરરોજ
આશરે 60,000 ઓફિસ જનારાઓ અને
200,000 મુલાકાતીઓને
ફાયદો થશે.’
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ