
શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ), નવી દિલ્હી,24 ડિસેમ્બર
(હિ.સ.) ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) આજે ટૂંક સમયમાં શ્રીહરિકોટા
સ્પેસપોર્ટથી, એક મહત્વાકાંક્ષી સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો. તેને (રોકેટ એલવીએમ3-એમ6) સવારે 8:54 વાગ્યે લોન્ચ
કરવામાં આવ્યો. આ રોકેટ બ્લુબર્ડ બ્લોક-2 નામના ઉપગ્રહને અવકાશમાં મોકલશે. બ્લુબર્ડ બ્લોક-2 લોન્ચ થયાના
લગભગ 15 મિનિટ પછી
રોકેટથી અલગ થવાની ધારણા છે.
આ પ્રક્ષેપણ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) અને અમેરિકાની
વાણિજ્યિક શાખા, યુએસ સ્થિત કંપની
એએસટી સ્પેસમોબાઇલ વચ્ચેના કરાર હેઠળ થશે. ઇસરો એ જણાવ્યું હતું કે,” આશરે 6,100 કિલો વજનનો આ
સંચાર ઉપગ્રહ એલએમવી3 રોકેટનો ઉપયોગ નીચી
પૃથ્વી ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ હશે.”
એએસટીસ્પેસમોબાઇલે બ્લુ બર્ડ બ્લોક-2 લોન્ચ કર્યો છે.જે આગામી પેઢીનો
સંચાર ઉપગ્રહ છે જે 24/7 હાઇ-સ્પીડ
સેલ્યુલર બ્રોડબેન્ડને સીધા વિશ્વભરના સ્માર્ટફોન પર પહોંચાડવા માટે રચાયેલ છે.
બ્લુ બર્ડ બ્લોક-2 ઉપગ્રહમાં 223-એમ2 ફેઝ્ડ એરે છે.જે તેને નીચી
પૃથ્વી ભ્રમણકક્ષામાં તૈનાત કરાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો વાણિજ્યિક સંચાર
ઉપગ્રહ બનાવે છે.
આ ઈસરોનું 101મું મિશન છે. આ ઐતિહાસિક મિશન આગામી પેઢીના સંચાર ઉપગ્રહને
તૈનાત કરશે, જે વિશ્વભરના સ્માર્ટફોનને સીધા હાઇ-સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ
પહોંચાડવા માટે રચાયેલ છે. બ્લુબર્ડ બ્લોક-2 મિશનનો ઉદ્દેશ્ય સેટેલાઇટ દ્વારા, સીધા મોબાઇલ કનેક્ટિવિટી
પ્રદાન કરવાનો છે. આ નેટવર્ક દરેકને, વિશ્વમાં ગમે ત્યાં, ગમે ત્યારે 4જીઅને 5જીવૉઇસ-વિડિયો કૉલ્સ, મેસેજિંગ, સ્ટ્રીમિંગ અને ડેટા સેવાઓ પ્રદાન કરશે. લોન્ચની
પૂર્વસંધ્યાએ, ઈસરોના અધ્યક્ષ
વી. નારાયણને, તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પૂજા કરી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ