પાકિસ્તાની કોર્ટે કેટલાક કેસોમાં, ઇમરાન ખાન અને બુશરા બીબીના વચગાળાના જામીન લંબાવ્યા
ઇસ્લામાબાદ, નવી દિલ્હી,24 ડિસેમ્બર (હિ.સ.) પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના સ્થાપક અને પદભ્રષ્ટ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને આજે કોર્ટ તરફથી થોડી રાહત મળી છે. ફેડરલ રાજધાની ઇસ્લામાબાદની એક સ્થાનિક
પાકિસ્તાન


ઇસ્લામાબાદ, નવી દિલ્હી,24 ડિસેમ્બર

(હિ.સ.) પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) ના સ્થાપક અને પદભ્રષ્ટ વડાપ્રધાન

ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને આજે કોર્ટ તરફથી થોડી રાહત મળી છે. ફેડરલ

રાજધાની ઇસ્લામાબાદની એક સ્થાનિક કોર્ટે 9 મેના કેસ અને અન્ય પાંચ કેસોમાં ઇમરાન અને બુશરા બીબીને

આપવામાં આવેલા વચગાળાના જામીન લંબાવ્યા છે. કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાનને આગામી

સુનાવણીમાં રૂબરૂ અથવા વિડિઓ લિંક દ્વારા હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ખાન

લાંબા સમયથી રાવલપિંડી જેલ (આદિયાલા જેલ) માં કેદ છે અને તેમને અનેક કેસોમાં દોષિત

ઠેરવવામાં આવ્યા છે.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મોહમ્મદ અફઝલ માજોકાએ

ધરપકડ પૂર્વે જામીન અરજીઓની સુનાવણી કરી. ઇમરાન અને બુશરા બીબી વતી એડવોકેટ શમસા

કયાની હાજર રહ્યા. જોકે, ઇમરાનની

ગેરહાજરીને કારણે જામીન અરજીઓ પર દલીલો આગળ વધી શકી નથી.

પરિણામે, કોર્ટે વચગાળાના જામીનનો સમયગાળો લંબાવ્યો અને સુનાવણી 27 જાન્યુઆરી સુધી

મુલતવી રાખી.

9 મેના કેસ ઉપરાંત, ભૂતપૂર્વ વડાપ્રધાન

સામે હત્યાના પ્રયાસ અને કથિત નકલી રસીદો રજૂ કરવા સહિતના અન્ય કેસ પણ નોંધાયેલા

છે. બુશરા બીબી પર તોશાખાના ભેટો સંબંધિત કથિત રીતે નકલી રસીદો રજૂ કરવા બદલ એક

અલગ કેસ પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન, કોર્ટે બુશરા બીબીની ધરપકડ પૂર્વેના જામીન અરજી પર વચગાળાના

જામીન અરજી લંબાવી અને કેસ 27 જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો.

આ દરમિયાન, પીટીઆઈના વકીલ ખાલિદ યુસુફ ચૌધરીને, ફરી એકવાર તોશાખાના

કેસમાં તેમની તાજેતરની સજા સામે અપીલ દાખલ કરવા માટે પાવર ઓફ એટર્ની કાગળો પર

તેમની સહી મેળવવા માટે ઇમરાન ખાનને મળવાની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો

હતો. પીટીઆઈએ તોશાખાના-2 કેસમાં પાર્ટીના

સ્થાપકના અપીલ કરવાના અધિકારમાં ઇરાદાપૂર્વક અવરોધ લાવવાની નિંદા કરી.” પીટીઆઈએ જણાવ્યું હતું કે,” પંજાબ જેલ નિયમો, 1978 ના નિયમો 178 અને 179 હેઠળ, દરેક કેદીને તેના

વકીલને મળવા, કાનૂની દસ્તાવેજો

પર સહી કરવા અને અપીલ દાખલ કરવાનો કાનૂની અધિકાર છે, અને જેલ અધિકારીઓને આ સંદર્ભમાં અવરોધો ઉભા

કરવાનો કોઈ અધિકાર નથી.” પક્ષે વધુમાં

આરોપ લગાવ્યો હતો કે,“અપીલ કરવાનો અધિકાર નકારવાથી બંધારણની કલમ 1૦એ,

4, 9 અને ૨૫નું ઉલ્લંઘન થાય છે.”

હિન્દુસ્તાન સમાચાર / મુકુન્દ / સુનિલ નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande