
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલવીએમ3-એમ6રોકેટના સફળ
પ્રક્ષેપણ અને અમેરિકી બ્લુબર્ડ-બ્લોક-2 અવકાશયાનને, તેની ઇચ્છિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવા બદલ
ભારતીય અવકાશ વૈજ્ઞાનિકો અને ઇજનેરોને અભિનંદન આપતા તેમણે જણાવ્યું હતું કે,” આ
સિદ્ધિ ભારતની હેવી-લિફ્ટ પ્રક્ષેપણ ક્ષમતા, અવકાશ ક્ષેત્રમાં વધતી વ્યાપારી ભાગીદારી અને આત્મનિર્ભર
ભારત અભિયાન (આત્મનિર્ભર ભારત) અભિયાનને નવી ગતિ પ્રદાન કરે છે.”
વડાપ્રધાને જણાવ્યું હતું કે,” એલવીએમ3-એમ6 એ, ભારતીય ભૂમિ
પરથી અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છોડીને દેશની પ્રક્ષેપણ ક્ષમતાઓનો વિસ્તાર
કર્યો છે. આ સફળતા ભવિષ્યના ગગનયાન માનવ અવકાશ ઉડાન મિશનને વધુ મજબૂત બનાવશે, વ્યાપારી
પ્રક્ષેપણ સેવાઓનો વિસ્તાર કરશે અને વૈશ્વિક અવકાશ સહયોગને વધુ ગાઢ બનાવશે.”
વડાપ્રધાને એક્સ પર લખ્યું હતું કે,” આ પ્રક્ષેપણ વૈશ્વિક
વ્યાપારી અવકાશ બજારમાં ભારતની ઉભરતી ઓળખને મજબૂત બનાવે છે.” તેમણે વૈજ્ઞાનિકો અને
ઇજનેરોની મહેનતની પ્રશંસા કરી અને જણાવ્યું કે,” ભારત અવકાશ ક્ષેત્રમાં સતત નવી
ઊંચાઈઓ પર પ્રગતિ કરી રહ્યું છે.”
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ