
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય
સંરક્ષણ ખાતા સેવા (આઈએડીએસ) ના અધિકારીઓને બદલાતા સુરક્ષા પરિદૃશ્યને અનુરૂપ ચપળ, પારદર્શક અને
ટેકનોલોજી-આધારિત નાણાકીય વ્યવસ્થાપન અપનાવવા હાકલ કરતા તેમણે જણાવ્યું હતું કે,”
સંરક્ષણ સેવાઓની કાર્યકારી તૈયારી જાળવવા અને આત્મનિર્ભર સંરક્ષણ ઇકોસિસ્ટમ બનાવવા
માટે આઇએએસ ની ભૂમિકા
મહત્વપૂર્ણ છે.”
રાષ્ટ્રપતિ બુધવારે અહીં આઈએએસના 2024 બેચના
પ્રોબેશનર્સને સંબોધિત કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે,” આઈએએસ અધિકારીઓ
સશસ્ત્ર દળો અને સહયોગી સંગઠનોના નાણાકીય સંસાધનોના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા
ભજવે છે.”
રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે,” આઈએએસની જવાબદારીઓ વ્યાપક
છે, જેમાં બજેટિંગ, એકાઉન્ટિંગ, ઓડિટિંગ, ચુકવણીઓ, નાણાકીય સલાહ અને
સંરક્ષણ ખર્ચમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે, જે સંરક્ષણની
કાર્યકારી તૈયારી અને માળખાગત વિકાસ પર સીધી અસર કરે છે.” તેમણે અપેક્ષા રાખી હતી
કે,” અધિકારીઓ સશસ્ત્ર દળો દ્વારા સામનો કરવામાં આવતા અનન્ય પડકારો, જટિલતાઓ અને
કાર્યકારી વાસ્તવિકતાઓને સમજશે.”
બદલાતા ભૂરાજકીય પરિદૃશ્ય અને ઉભરતા સુરક્ષા પડકારોનો
ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે,” આજના સમયમાં ઝડપી, સમજદાર અને સચોટ
નિર્ણય લેવાની જરૂર છે. વધુમાં, જેમ જેમ પ્રક્રિયાઓ વધુ જટિલ અને ટેકનોલોજી-આધારિત બનતી જાય
છે, તેમ તેમ સંરક્ષણ
ખાતા વિભાગે સતત અનુકૂલન,
નવીનતા અને
આધુનિકીકરણ કરવું જોઈએ.”
સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવાની
જરૂરિયાત પર ભાર મૂકતા, તેમણે કહ્યું કે,
સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, સ્થાનિક પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવી અને સ્થાનિક
ઉદ્યોગને પ્રોત્સાહન આપવું એ સમયની જરૂરિયાત છે. આ માટે, આઈએએસ અધિકારીઓ
આત્મનિર્ભર અને મજબૂત સંરક્ષણ ઇકોસિસ્ટમના નિર્માણમાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.”
રાષ્ટ્રપતિએ અધિકારીઓને આજીવન શીખવાની ભાવના જાળવી રાખવા, જિજ્ઞાસા રાખવા
અને આત્મવિશ્વાસ સાથે પરિવર્તનને સ્વીકારવા હાકલ કરી. તેમણે કહ્યું કે,” સેવાનું
સાચું મૂલ્ય પદ કે માન્યતામાં નથી, પરંતુ સંસ્થાઓના સુગમ કાર્ય અને નાગરિકોના કલ્યાણમાં સતત
યોગદાનમાં રહેલું છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ