રાષ્ટ્રપતિએ બરગઢ ધનુ યાત્રા પર, દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના બરગઢમાં પ્રખ્યાત ધનુ યાત્રા નિમિત્તે દેશના લોકોને, ખાસ કરીને, ઓડિશાના રહેવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું કે,” ધનુ યાત્રાનું વિશાળ ઓપન-એ
મુર્મુ


નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના બરગઢમાં

પ્રખ્યાત ધનુ યાત્રા નિમિત્તે દેશના લોકોને, ખાસ કરીને, ઓડિશાના રહેવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ અને

શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું કે,” ધનુ યાત્રાનું વિશાળ ઓપન-એર થિયેટર અને તેની

અનોખી પરંપરા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ આપે છે.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક એક્સ-પોસ્ટમાં

જણાવ્યું હતું કે,” ધનુ યાત્રામાં પૌરાણિક વાર્તાઓ પર આધારિત સજીવ પ્રસ્તુતિઓ, સમાજમાં

આધ્યાત્મિક ચેતના અને સાંસ્કૃતિક ગૌરવને પ્રોત્સાહન આપશે.” તેમણે ભવ્ય ધનુ

યાત્રાના સફળ આયોજન માટે આયોજકો અને ભાગ લેનારા નાગરિકોને પણ અભિનંદન આપ્યા.

ઉલ્લેખનીય છે કે, ધનુ યાત્રા એ ઓડિશાના બરગઢમાં દર વર્ષે

યોજાતો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે.જે તેના ખુલ્લા

હવામાં થિયેટર પ્રદર્શન અને પૌરાણિક વાર્તાઓના ચિત્રણ માટે પ્રખ્યાત છે. આ ઉત્સવને

સ્થાનિક સાંસ્કૃતિક વારસો,

ધાર્મિક શ્રદ્ધા

અને સમુદાય સહયોગનું પ્રતીક માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande