
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (25 ડિસેમ્બર) ઉત્તર
પ્રદેશની રાજધાની લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને
સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર,’રાષ્ટ્રીય
પ્રેરણા સ્થળ એક કાયમી રાષ્ટ્રીય સ્મારક સંકુલ છે, જે સ્વતંત્ર ભારતના અગ્રણી
રાષ્ટ્રીય નેતાઓના વારસાને માન આપવા માટે વિકસાવવામાં આવ્યું છે. આ સંકુલ આશરે ₹230 કરોડના ખર્ચે
બનાવવામાં આવ્યું હતું અને 65 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.’
‘આ સંકુલ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ
ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓ ધરાવે છે. તેમાં આશરે 98,000 ચોરસ ફૂટમાં
ફેલાયેલું એક અત્યાધુનિક કમળ આકારનું સંગ્રહાલય પણ છે. આ સંગ્રહાલય ડિજિટલ અને
ઇમર્સિવ ટેકનોલોજી દ્વારા ભારતની રાષ્ટ્રીય યાત્રા અને નેતૃત્વ વારસાને પ્રદર્શિત
કરે છે.’
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ