રણબીર કપૂરની એનિમલ 13 ફેબ્રુઆરીએ, જાપાનમાં રિલીઝ થવાની તૈયારીમાં ....
નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની બ્લોકબસ્ટર એનિમલ એ 2૦23 માં રિલીઝ થઈને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર આશરે ₹553 કરોડની કમાણી
એનીમલ


નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની બ્લોકબસ્ટર એનિમલ

એ 2૦23 માં રિલીઝ થઈને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા

દિગ્દર્શિત, આ ફિલ્મે ભારતીય

બોક્સ ઓફિસ પર આશરે ₹553 કરોડની કમાણી

કરી હતી.જ્યારે વિશ્વભરમાં તેની કમાણી ₹900 કરોડને વટાવી

ગઈ હતી. ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ, દર્શકો તેની સિક્વલ એનિમલ પાર્ક ની આતુરતાથી

રાહ જોઈ રહ્યા છે. દરમિયાન,

એનિમલ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતમાં સફળતા મેળવ્યા પછી, ફિલ્મ હવે

જાપાનમાં ધૂમ મચાવશે.

એનિમલ

જાપાની થિયેટરોમાં રિલીઝ થશે. રણબીર કપૂરની એનિમલ હવે જાપાની

થિયેટરોમાં રિલીઝ થશે. આને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા અને જાપાન વચ્ચેનો પ્રથમ

સિનેમેટિક સહયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે. ફિલ્મની જાપાનમાં રિલીઝ તારીખ પણ

જાહેર કરવામાં આવી છે. નિર્માતાઓએ એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે

એનિમલ 13 ફેબ્રુઆરીએ જાપાનમાં રિલીઝ થશે.

આ ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. ભારતીય

દર્શકોની જેમ જાપાની દર્શકો પણ એનિમલ ક્રેઝને કેટલો સ્વીકારશે તે

જોવું રસપ્રદ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande